સી.આર.પાટીલે કોને ભૂલે-ચુકે પણ ટિકિટ ન માગવા કહ્યું

PC: facebook.com

ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને સુરત નવસારીના સાસંદ સી આર પાટીલે સુરતમાં આયોજિત એક સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકરોને ચિમકી આપતા કહ્યુ હતું કે, તમારા બુથમાં તમારું કામ જો માઇનસ ચાલતું હશે તો નહીં ચાલશે બુથ મજબૂત નહીં કરો તો ભૂલેચૂકે પણ ટિકીટ માંગતા નહીં. પાટીલે ભાજપના કાર્યકરોને ફરી એક વખત ગુજરાતમાં 26માંથી 26 લોકસભાની સીટ પર જીત મેળવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્પિત કરવાનું આહવાન કર્યું હતું.

ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં પાંડેસરા ખાતે એક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના ધારાસભ્યો, નેતાઓ, કોરપોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.

સી. આર. પાટીલે કહ્યું પહેલાં તો કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે કહ્યુ હતું કે ભાજપની સેના કોઇ પણ પાર્ટીને હરાવવા માટે સક્ષમ છે. કાર્યકરોની મહેનત અને વિશ્વાસને કારણે ચૂંટણીમાં સારા પરિણામો મળતા હોય છે.

પાટીલે આગળ કહ્યુ કે, ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભલે આપણે 156 બેઠકો જીત્યા, પરંતુ મને થોડો રંજ રહી ગયો કે બધી 182 બેઠકો જીતવા માટે આપણો પનો થોડો ટુંકો પડ્યો. તમને મારી આંખોમાં આંસુ નથી દેખાતા, પરંતુ મારું દીલ હજુ રડી રહ્યું છે.

એ પછી તેમણે કહ્યું કે, જે કાર્યકતા તેના બુથમાં માઇનસમાં ગયો હોય તેણે ચૂંટણી સમયે ટિકીટ માંગવી નહીં. પાર્ટી આવા કાર્યકરોને ભૂલેચુકે પણ ટિકિટ નહીં આપે. દરેક કાર્યકર તેના બુથને મજબુત કરવામાં લાગી જાય.

સી આર પાટીલે એક ઉદાહરણ આપીને સમજાવ્યું કે સુરત મહાનગર પાલિકામાં સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે રાજન પટેલ બનશે તેવું કોઇએ સપનામાં પણ વિચાર્યું નહોતું, પરંતુ તેમણે કરેલા કામાને કારણે તેમને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનનું પદ મળ્યું. મતલબ કે ભાજપમાં જે કામ કરે છે તેની કદર કરવામાં આવે છે.

સી. આર. પાટીલે એ કઇ ચૂંટણી એ વિશે સ્પષ્ટતા કરી નથી, પરંતુ તેમની વાત પરથી એવું લાગી રહ્યું છે કે અઢી વર્ષ પછી યોજાનારી સુરત મહાનગર પાલિકાની ચૂંટણીની તેમણે તૈયારી શરૂ કરી દીધી છે. એટલે જે બુથમાં નબળા હોય તેમની કોર્પોરેટર તરીકેની ટિકીટ મળી શકે નહીં. લોકસભામાં તો ગુજરાતમાં 26 જ બેઠકો છે એટલે એ ટિકીટની વાત તેમણે ન કરી હશે. જો કે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બુથને મજબુત કરવા માટે તેમણે કાર્યકરોને પાનો ચઢાવ્યો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp