શ્રમિક હાથપગ જોડતો રહ્યો છતા SMCના અધિકારીઓ નિર્દય રીતે તેની લારી ઉંચકી ગયા

PC: Dainikbhaskar.com

કોરોનાની મહામારી વચ્ચે લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. તેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ સરકારી તંત્રના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાની બીજી લહેર બાદ અનલોકમાં ધંધા-રોજગાર ખોલવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. ત્યારે લારી ગલ્લાવાળા ફેરિયાઓ રોજેરોજનું કમાઈને ખાઈ રહ્યા છે પરંતુ દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા લારીઓ અને પાથરણાઓને ઊંચકીને લઇ જવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં એક શ્રમજીવીએ પોતાની લારી અધિકારીઓને ન લઈ જવા માટે તેની સામે હાથ જોડી રહ્યો હતો અને અધિકારીઓના પગમાં પડ્યો હતો છતાં પણ અધિકારીઓને આ શ્રમજીવી પર દયા ન આવી અને તે આ શ્રમિકની લારી ઊંચકીને લઈ ગયા.

રિપોર્ટ અનુસાર સુરતના લિંબાયત અને ડિંડોલી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા દબાણ કરતી લારીઓ અને પાથરણાવાળાઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હતી. તે સમયે એક ફેરીયાની લારી દબાણ ખાતાના અધિકારીઓએ જપ્ત કરી હતી ત્યારે આ એક શ્રમિક વ્યક્તિ અધિકારીઓને બે હાથ જોડીને કાકલૂદી કરતો રહ્યો કે, તેનો ધંધાનો પહેલો દિવસ છે એટલે તેઓ લારી ન લઈ જાય અને આવી ભૂલ હવે તે કોઈ દિવસ નહીં કરે પરંતુ અધિકારીઓ લારી ન લઈ જાવ. એક વ્યક્તિ શ્રમિક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે બે હાથ જોડતો હતો. આ ઉપરાંત અધિકારીઓના પગમાં પડી ગયો હતો પરંતુ દબાણ ખાતાના અધિકારીઓને સ્થાનિક વ્યક્તિ પર દયા ન આવી અને તેની લારી ઉચકી લીધી હતી. આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

મહત્ત્વની વાત છે કે, ભૂતકાળમાં પણ સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના અધિકારીઓને લારીવાળાઓ અને ફેરિયાઓ સાથે ઘર્ષણ થયું હોવાના કિસ્સાઓ સામે આવે છે. થોડા દિવસ પહેલાં જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ વરાછા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા તે સમયે એક લારીવાળાને ગુસ્સો આવી જતા તેને ચપ્પુ લઇને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મહત્ત્વની વાત છે કે, કોરોની મહામારી વચ્ચે સૌથી વધારે અસર ગરીબ અને મધ્યમના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp