અજાણતા બીજી દવા પીવાય ગઇ, સારવાર ક્લેઇમ કંપનીએ નકાર્યો, કોર્ટે અપાવ્યો

PC: jantaserishta.com

પંકજભાઈ પટેલ અને લક્ષ્મીબેન પટેલ (બંને ના નામ બદલેલા છે.) એડવોકેટ ઇશાન શ્રેયસ દેસાઇ મારફત નેશનલ ઇન્સ્યુરન્સ કંપની લિ. સામાવાળા વિરુધ્ધ સમક્ષ દાખલ કરેલી ફરિયાદની સંક્ષિપ્ત વિગત એવી છે કે ફરીયાદીઓ સામાવાળા વિમા કંપનીનું રૂ. 5 લાખની લીમીટનું હેલ્થ ઇન્સ્યુરન્સ ધરાવતા હતા. વીમો અમલમાં હતો તે દરમ્યાન તા. 15/06/2018ના અરસામાં ફરિયાદીને પોતાની રોજીંદી પ્રવાહી દવા લેતા હતા તે મુજબ અજાણતામાં રોજીંદી દવાની બાજુમાંની બીજી શીશીમાંથી પ્રવાહી દવા લઇ લીધેલી.

બીજા દવા લીધા બાદ થોડા સમયમાં ફરિયાદીની તબીયત અચાનક બગડતાં અને ગભરામણ અને ઉલ્ટી થતાં ફરિયાદી ગભરાઇ ગયેલા અને પોતે અજાણતામાં કોઇ ખોટી દવા લેવાઇ ગઇ હોવાનું જાણ થતા ફરિયાદીએ બાબત અંગે તાત્કાલીક પોતાના પુત્ર અને સસરાને જાણ કરેલ તથા પોતાને જલ્દીથી ડોકટર પાસે લઇ જવા જણાવેલું અને તુરંત જ શહેર સુરત મુકામે આવેલ હોસ્પિટલમાં ફરિયાદીને લઇ જવામાં આવેલ. જયાં ડોક્ટર દ્વારા ફરિયાદીને હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે એડમીટ કરવામાં આવેલ. ત્યારબાદ, ડોક્ટરએ ફરિયાદીના કેટલાંક જરૂરી રીપોર્ટ કરાવડાવેલ. રીપોર્ટમાં ફરિયાદીને OP Poisoning થયુ હોવાનું નિદાન થયેલ. જેથી તબીબી સલાહ અનુસાર ફરિયાદીને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવેલ. ત્યારબાદ, તા. 25/06/2018ના રોજ ફરિયાદીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ, ઉપરોકત હોસ્પિટલાઇઝેશન, મેડીકલ ટ્રીટમેન્ટ, જુદાં-જુદાં ટેસ્ટસ, દવાઓ, ઈજેક્શનો વગેરે માટે થઇને હો ફરિયાદીને કુલ ખર્ચ રૂા. 1,89,950/- થયેલો. જેથી ફરિયાદીઓએ સામાવાળા વીમાકંપનીનું નિયત કલેઇમ ફોર્મ ભરીને વીમાકંપની સમક્ષ ક્લેઇમ કરેલો.

વીમા કંપનીએ ફરીયાદીનો કલેઇમ રીજેક્ટ કર્યો હતો. ફરિયાદી તરફે એડવોકેટ ઇશાન શ્રેયસ દેસાઇએ દલીલો કરી હતી. સુરત જિલ્લા કમિશન (મુખ્ય) ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી. મેખિયા અને સભ્ય ડો. તીર્થેશ મહેતાએ હુકમમાં ફરીયાદીઓની ફરીયાદ અંશતઃમજુર રાખી ફરીયાદીઓને ક્લેઇમના રૂા. 1,89,950/- ફરીયાદની તારીખથી ચૂકવણીની તારીખ સુધીમાં વાર્ષિક 8% ના દરે વ્યાજ તેમજ વળતર તથા ખર્ચ પેટે બીજા રૂા. 5,૦૦૦/- સહિત ચુકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો હતો. તે સાથે જ જિલ્લા કમિશનએ ફરીયાદી આ કેસમાં વીમા કંપનીના TPA ને બીજ જરૂરી રીતે પક્ષકાર બનાવેલ હોવાનું મંતવ્ય વ્યક્ત કરી ફરીયાદીએ TPA ને વળતર તથા ખર્ચના મળીને રૂા. 5,૦૦૦- ચુકવવાનો નિર્દેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp