વીમા કંપનીને સારવાર ક્લેઇમ રદ કર્યો, કોર્ટે વ્યાજ સાથે ચુકવી આપવા હુકમ કર્યો

PC: blog.ipleaders.in

તાજેતરમાં ગુજરાતની વડી ગ્રાહક અદાલત સુરતના એક મહત્ત્વના કેસમાં વીમેદારને વીમો લેતા અગાઉ બીમારી હોય તો પણ તેવી બીમારીને જેની સારવાર લેવામાં આવી છે તે બીમારીને સીધો સંબંધ ન હોય તો વીમા કંપની તેની સારવારનો ક્લેઇમ ચુકવવા જવાબદાર હોવાનું ઠરાવ્યું હતું.

કેસની વિગત મુજબ ફરિયાદીએ એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફત સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્સ્યુરન્સ કંપની વિરુધ દાખલ કરેલી ફરિયાદ મુજબ ફરિયાદીએ પોતાનો અને પત્નીનો અને બે સંતાનોનો વીમો 2 લાખ રૂપિયાનો લીધો હતો. વીમો અમલમાં હતો તે દરમિયાન ફરિયાદીના પત્નીને તાવ, ઉલ્ટી અને ગભરામણ થતા ચક્કર આવતા હતા. જેથી સુરતની એક હોસ્પિટલમાં સારવાર લીધી હતી. અને જરૂરી ટેસ્ટ પણ કરાવ્યા હતા. આ દરમિયાન કુલ ખર્ચ 2, 33, 252 થયો હતો. ફરિયાદીએ વીમા કંપની સમક્ષ ક્લેઇમ કર્યો હતો. વીમા કંપનીએ ક્લેઇમ મંજૂર કર્યો નહીં. જેથી ફરિયાદીએ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરિયાદ કરી હતી.

ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇએ દલીલો કરી હતી. સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ફરિયાદીની ફરિયાદ મંજૂર રાખી ક્લેઇમના 2,33,252 વાર્ષિક 9 ટકા વ્યાજ સહિત ચુકવી આપવાનો વીમા કંપનીને હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ વીમા કંપનીએ ગુજરાત રાજ્ય તકરાર નિવારણ કમિશન સમક્ષ અપીલ કરતા વીમા કંપનીની અપીલ રદ કરતો હુકમ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp