વીમા કંપનીએ સારવારનો ક્લેઇમ નકાર્યો, કોર્ટે વ્યાજ સાથે અપાવ્યો

PC: blog.ipleaders.in

કેટલીકવાર વીમા કંપની વિમેદાર-દર્દીની સારવાર અંગેનો કલેઈમ દર્દીને હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થવું જરૂરી ન હોવા છતા ખોટી અને બીજી જરૂરી રીતે હોસ્પિટલમાં દાખલ કરાવેલ હોવાનું કારણ આગળ ધરીને કલેઈમ નામંજુર કરતી હોય છે. એવા સુરતના એક કેસમાં મહિલા દર્દીનું હોસ્પિટલાઈઝેશન જરૂરી ન હોવા છતા હોસ્પિટલમાં દાખલ કરાવીને સારવાર અપાયેલી હોવાનું કારણ આગળ ધરીને સારવારનો કલેઈમ નામંજુર કર્યો હતો. સુરત જિલ્લા ગ્રાહક કમિશન (એડીશનલ)એ ક્લેઈમની રકમ 9% વ્યાજ તથા વળતર અને ખર્ચ સહિત ચુકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ એક વ્યક્તિએ એડવોકેટ શ્રેયસ દેસાઈ અને પ્રાચી અર્પિત દેસાઈ મારફત Religare Health Insurance Company Ltd. વિરુધ્ધ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દાખલ કરેલી ફરિયાદની વિગત એવી હતી કે,વીમો 10 લાખની લિમિટેડનો વીમા કંપની પાસેથી લીધેલો હતો. વીમો અમલમાં હતો તે દરમ્યાન ફરિયાદીની તબિયત સારી ન જણાંતાં મુંબઈ મુકામે એડમીટ કરવામાં આવેલ. હોસ્પિટલાઈઝેશન, ઓપરેશન, મેડીકલ ટ્રીટમેન્ટ, જુદાં-જુદાં ટેસ્ટસ, દવાઓ, ઈજેક્શનો વગેરે માટે થઈને કુલ ખર્ચ રૂા. 3,97,538/- થયેલો. જેથી વીમા કંપની સામે ક્લેઈમ કરેલો હતો. પરંતુ વીમા કંપનીએ નામંજુર કર્યો હતો.

જેથી ફરિયાદીઓએ વીમા કંપની સામે સુરત જિલ્લા ગ્રાહક કમિશનમાં ફરિયાદ દાખલ કરાવેલી. ફરિયાદી તરફે કમિશન સમક્ષ એડવોકેટ શ્રેયસ દેસાઈ અને પ્રાચિ અર્પિત દેસાઈ દલીલો કરી હતી. સુરત જીલ્લા ગ્રાહક કમિશન (એડીશનલ) પ્રમુખ ન્યાયાધીશ આર.એલ.ઠકકર અને સભ્ય પુર્વી વી. જોષીએ આપેલ હુકમમાં ફરિયાદીને રૂા. 3,97,538/– ફરિયાદની તારીખથી 9% વ્યાજ સાથે ચુકવી આપવાનો આદેશ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp