આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: સુરતમાં 50થી વધુ મહિલાઓનું સન્માન

PC: Khabarchhe.com

સુરત ખાતે સહયોગ ફિજીયોથેરેપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થા દ્વારા સફળ ગૃહિણી સાથે જ સમાજ સેવા અને બિઝનેસમાં સફળ થયેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.

આ અંગે સહયોગ ફિજીયોથેરેપીના સંચાલક ડૉ. આફ્રિન જસાણીએ જણાવ્યું હતું કે આજે મહિલા પુરુષ સમોવડી બનીને દેશના દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભેથી ખભો મિલાવી કામ કરી રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં ગૃહિણી હોવા સાથે જ સમાજસેવા અને બિઝનેસ જેવા ક્ષેત્રમાં સફળ થયેલી મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વરાછા સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને ડીસીપી ભક્તિ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 1200 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. સંસ્થા દ્વારા 50થી વધુ મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp