આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ પ્રદૂષણ ઘટાડવા લીધો મોટો નિર્ણય

PC: Khabarchhe.com

વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસથી સ્થપાયેલી આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા)એ પ્રકાશિત થયેલા તેના પ્રથમ ક્લાઇમેટ એક્શન રિપોર્ટમાં ભારતના વિકાસને વૃદ્ધિ અને તેને ડિકાર્બનાઈઝ કરવા લેવાનારા ત્વરીત પગલાંની રૂપરેખા રજૂ કરાઈ છે.

ભારત 2026-27 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને ત્રીજા ક્રમના સૌથી મોટા વૈશ્વિક અર્થતંત્રનું લક્ષ્ય હાંસલ કરવાનું ધ્યેય ધરાવે છે ત્યારે આ અહેવાલ ભારતીય સ્ટીલ ક્ષેત્ર માટે મહત્વનો બની રહે છે.

આદિત્ય મિત્તલ, ચેરમેન, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)ના જણાવ્યાં અનુસાર, "અમારી કંપની અને દેશ બંને ઝડપથી વિસ્તરણની દિશામાં આગળ વધી રહ્યાં છે ત્યારે અમે વિકાસને ઉત્સર્જનથી અલગ પાડવાના પડકારના ઉકેલ માટે પ્રતિબદ્ધ છીએ. વિવિધ સંશોધનોમાં જણાવ્યાં અનુસાર, સ્ટીલના ઉત્પાદનમાં પરિવર્તન વગર, વધતી માંગને કારણે 2050 સુધીમાં ક્ષેત્રના ઉત્સર્જનમાં 200 ટકાનો વધારો થઈ શકે છે. આજે અમે જાહેરાત કરીએ છીએ કે અમે એએમ/એનએસ ઇન્ડિયાની ઉત્સર્જન તીવ્રતામાં વધારાના 20 ટકાના ઘટાડાનું લક્ષ્યાંક ધરાવીએ છીએ, જેમાં લાંબા ગાળે નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ભારતમાં વર્તમાનમાં સંકલિત સ્ટીલ ઉત્પાદકોમાં એએમ/એનએસ ઈન્ડિયા અત્યારે સૌથી ઓછી ઉત્સર્જન તીવ્રતા ધરાવે છે, જેણે વર્ષ 2015થી અત્યાર સુધીમાં તેની ઉત્સર્જનની તીવ્રતામાં એક તૃતીયાંશનો ઘટાડો કર્યો છે."

દિલિપ ઓમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા)એ જણાવ્યું હતું કે, " અમારી બંને પેરેન્ટ કંપનીઓ, આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ, 2050 સુધીમાં નેટ ઝીરો બનવા માટે પ્રતિબદ્ધ છે. એએમ/એનએસ ઇન્ડિયા વિકાસના આગામી તબક્કામાં પ્રવેશી રહ્યું છે, ત્યારે અમે વિવિધ મોરચે અને સમયરેખાઓમાં વિશિષ્ટ પ્રતિબદ્ધતાઓ અને કાર્યો સાથે અમારી નજીકના ગાળાની ડિકાર્બોનાઇઝેશન વ્યૂહરચનાને સ્પષ્ટ કરવા માટે આ નિર્ણાયક ક્ષણનો લાભ લઈએ છીએ. અમારા અહેવાલમાં ઉદ્યોગ, સરકાર અને નાગરિક સમાજ માટે સહયોગાત્મક રીતે હાથ ધરવા માટેના મુખ્ય પડકારો પર સ્પષ્ટતા ઓફર કરીને લાંબા ગાળાની પ્રગતિને સરળ બનાવવા માટેના રોડમેપની રૂપરેખા પણ આપવામાં આવી છે."

આ વ્યૂહરચના કંપનીની વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે એએમ/એનએસ ઇન્ડિયાની તાત્કાલિક ડિકાર્બનાઇઝેશન યોજનાને દર્શાવે છેઃ
1.ક્ષમતાનો મહત્તમ ઉપયોગ, શક્ય હોય ત્યાં ઉર્જાની પુનઃપ્રાપ્તિની વ્યવસ્થા ગોઠવવી, ઉત્પાદન પ્રક્રિયામાં કોલસા કરતાં વધુ સ્વચ્છ ગેસ ઈન્જેક્ટ કરવાના સફળ પરિક્ષણો વધારવા, સુધારેલા ડેટા એનાલિટિક્સ મારફતે મહત્તમ ઇંધણ અને સામગ્રીની કાર્યદક્ષતા સુનિશ્ચિત કરવા માટે નવી અદ્યતન ડિજિટલાઇઝેશન ટેકનોલોજીનો સમાવેશ કરવા સહિતના પગલાં લેવા
2.વર્ષ 2030 સુધીમાં 100 ટકા ગ્રીન ગ્રિડ સુનિશ્ચિત કરવા માટે પુનઃપ્રાપ્ય ઊર્જામાં વધારો કરવો. આર્સેલરમિત્તલે નવા સોલાર અને વિન્ડ ફાર્મમાં 0.7 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કર્યું છે, જેને ગ્રીનકોની માલિકીની પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ સુવિધાઓ સાથે સંકલિત કરવામાં આવશે, જેથી એએમ/એનએસ ઇન્ડિયાના હજીરા પ્લાન્ટમાં ચોવીસ કલાક વીજળી પહોંચાડી શકાય. 2024ના અંત સુધીમાં, તે ફ્લેગશિપ હજીરા પ્લાન્ટની વીજળીની જરૂરિયાતોના 20 ટકાથી વધુને પહોંચી વળશે, જે દર વર્ષે એએમ /એનએસ ઇન્ડિયાના કાર્બન ઉત્સર્જનમાં 1.5 મિલિયન ટનનો ઘટાડો કરશે.
3. ડીકાર્બનાઇઝેશનને ઝડપી બનાવવા માટે સ્ટીલનિર્માણમાં સ્ક્રેપના ઉપયોગમાં વધારો કરતા એએમ/એનએસ ઇન્ડિયાનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં સ્ક્રેપનો ઉપયોગ 3-5 ટકાથી વધારીને ~10 ટકા કરવાનો છે. કંપનીએ ભારતમાં સ્ટીલ માટે સર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહિત કરવા માટે દેશભરમાં અનેક સ્ટીલ સ્ક્રેપ પ્રોસેસિંગ સેન્ટર્સ સ્થાપવાની યોજના પણ બનાવી છે.

આ કામગીરીની સાથે-સાથે જ કંપની પોતાના બ્લાસ્ટ ફર્નેસ સ્ટીલ પ્લાન્ટ્સના આગામી તબક્કાને એવી રીતે વિકસાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે કે, જેથી તે જ્યારે કાર્યરત થાય ત્યારે તેમની પાસે હાઈડ્રોજન બેઝ્ડ સ્ટીલમેકિંગ જેવા લોઅર કાર્બન પ્રોસેસીસ માટે જગ્યા અને ક્ષમતા ઉપલબ્ધ હોય. જે બાબત એ સુનિશ્ચિત કરશે કે એએમ/એનએસ ઇન્ડિયા કોઈ ચોક્કસ ઉત્પાદન પ્રક્રિયામાં બંધાયેલી નથી.

એએમ/એનએસ ઇન્ડિયા નેટ ઝીરો સ્ટીલનું ઉત્પાદન કરવા માટે જરૂરી વ્યૂહાત્મક રોકાણો, પાઇલટ્સ અને ભાગીદારીની રૂપરેખા પણ આપે છે.
1.ગ્રીન હાઇડ્રોજનઃ ગ્રીન હાઇડ્રોજન લગભગ શૂન્ય ઉત્સર્જન સ્ટીલના ઉત્પાદનની શક્યતા રજૂ કરે છે. પરંતુ મર્યાદિત પ્રાપ્યતા અને સ્પર્ધાત્મક માંગને કારણે ભારતમાં ગ્રીન હાઇડ્રોજનનો પુરવઠો મર્યાદિત છે. જેને બદલવામાં મદદરૂપ થવા માટે એએમ/એનએસ ઇન્ડિયાઃ
i.ઉત્પાદન પ્રક્રિયાઓમાં ઓછા-કાર્બન વાયુઓના ઉપયોગની શક્યતા ચકાસવા માટે પાયલોટ કાર્યક્રમોને આગળ ધપાવવા.
ii.હાઇડ્રોજનના ઉપયોગનું મૂલ્યાંકન કરવા અને નીચા કાર્બન ગેસના પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે વિશ્વની અગ્રણી ઊર્જા કંપનીઓ સાથે લાંબા ગાળાના વ્યૂહાત્મક જોડાણો વિકસાવવા.
2.સી.સી.યુ.એસ.: સ્ટીલ ક્ષેત્રના સંપૂર્ણ ડિકાર્બનાઇઝેશન માટે કાર્બન કેપ્ચર એ મુખ્ય ઘટક છે. આ સફળ ટેકનોલોજીને શક્ય બનાવવા માટે એએમ/એનએસ ઇન્ડિયાઃ
i.ભારતના ભૌગોલિક વાતાવરણમાં સીસીયુએસની સંભવિતતા પર સંશોધન કરવા આઇઆઇટી બોમ્બે સાથે જોડાણ;
ii.સ્થાનિક ક્લસ્ટર્સ બનાવવા, કાર્યક્ષમતા, ઝડપ અને સીસીયુએસના ઉપયોગ અને કદમાં વધારો કરવા માટે સંશોધન સંસ્થાઓ અને ઔદ્યોગિક કંપનીઓ સાથે જોડાણ કરવા માટે હજીરા ઔદ્યોગિક પટ્ટામાં ભાગીદારીની સક્રિયપણે શોધ કરવી.

એએમ/એનએસ ઇન્ડિયા ભારતમાં સ્વચ્છ ટેકનોલોજી પર નવીન વિચારોને સહાય આપવા માટે આર્સેલરમિત્તલ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા 'એક્સકાર્બ ઇન્ડિયા એક્સિલરેટર પ્રોગ્રામ'ને પણ ટેકો આપી રહ્યું છે. આઈઆઈટી મદ્રાસ સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવેલો આ કાર્યક્રમ હાલમાં પ્રારંભિક તબક્કાની કંપનીઓની ઓળખ કરવાના તબક્કામાં છે, જેથી તેમની ટેક્નોલૉજીસ અને બિઝનેસ મોડલ્સને પ્રયોગશાળામાંથી બજાર સુધી આગળ વધારવામાં મદદ મળી શકે.

આ કાર્યની જટિલતા અને ઉતાવળને ધ્યાનમાં લેતાં પ્રગતિ માટે જરૂરી સ્થિતિના નિર્માણ માટે મહત્વાકાંક્ષી નીતિ અને નિયમો અત્યંત મહત્વના છે. AM/NS ભારતનો ક્લાઇમેટ એક્શન રિપોર્ટ મુખ્ય ક્ષેત્રોમાં નીતિગત હસ્તક્ષેપોની ભલામણ કરે છે, જેમાં નીચેની બાબતો સામેલ છેઃ
1.પ્રોક્યોરમેન્ટના સ્પષ્ટ ધોરણો સાથે માંગના સંકેતોમાં સુધારો કરવો
2.લો કાર્બન ઈકોનોમી માટે માળખાગત સુવિધાને ટેકો આપવો
3.ગ્રીન મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહિત કરવા માટે કર પ્રોત્સાહનો
4.લો કાર્બન સ્ટીલ પર સ્પષ્ટ નીતિગત સંકેતો સાથે એફડીઆઈમાં વધારો કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp