સુરત સરસાણા નવરાત્રિમાં જાણો આ વખતે નવું શું છે, જાણો

PC: Khabarchhe.com

નવરાત્રિ મહોત્સવમાં ઝૂમવા માટે યુવાઓ થનગની રહ્યા છે ત્યારે સુરતના સરસાણા એસી ડોમ ખાતે આ વખતે ધ મેમોરીઝ ઇવેન્ટ દ્વારા પહેલી વખત ડિજિટલ અને લકઝરીયસ "કેસરિયા નવરાત્રિ"નું આયોજન કરવામાં આવ્યું છે, જેના આયોજક કેવલ જસોલીયા છે. આ ઇવેન્ટમાં ડિજિટલ સુવિધાઓ સાથે જ ડેકોરેશન પણ સુરતીઓને આકર્ષશે. આ ઇવેન્ટમાં બોલિવુડના ચાર ખ્યાતનામ સિંગર ઉપસ્થિત રહેશે.

કેવલ જાસોલિયાએ ઇવેન્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સુરતમાં પહેલી વખત સરસાણા એસી ડોમ ખાતે ડિજિટલ અને લકઝરીયસ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ ઇવેન્ટ માટે ન્યુ પ્રીમિયમ થીમ પર ડોમને શણગારવામાં આવશે. આયોજક કેવલ જસોલિયા દ્વારા My Digi Event નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેનાથી ઇવેન્ટની તમામ કામગીરી અને પ્રક્રિયામાં ડિજિટલ ભારતના દર્શન થશે એટલે કે પાસથી માંડીને સ્ટોલ બુકિંગની પ્રકિયા ઓનલાઇન એપ્લિકેશન મારફતે કરવામાં આવી રહી છે. આ માટે આ એપ્લિકેશન અંગે કેવલ જસોલીયાએ જણાવ્યું હતું વર્ષ 2003 પછી નવરાત્રિના આયોજનમાં છેલ્લા વીસ વર્ષમાં આવેલો આ સૌથી મોટો ફેરફાર છે અને તેનો શ્રેય ધ મમોરીઝ ઇવેન્ટ ને જાય છે.

અત્યાર સુધીના આયોજનોમાં પાસ અને કુપન જેવું મેન્યુઅલ રીતે પ્રક્રિયા થતી હતી પણ અમારા દ્વારા પહેલી વખત તમામ પ્રક્રિયા મોબાઇલ પર ઓનલાઇન કરવામાં આવી છે. 15 થી 24 ઓક્ટોબર સુધી યોજાનાર કેસરિયા નવરાત્રિમાં ખાલૈયાઓ માટે ખાસ જાણીતા સિંગર ગોગો ગોગો ફ્રેમ સિંગર જયસિંહ ગઢવી ( ફાયર સિંહ), ગંગુ બાઈ કાઠિયાવાડી ફ્રેમ સેલિબ્રિટી પ્લેબેક સિંગર અને ઢોલીડા ગર્લ જાહ્નવી શ્રીમાંકર, અક્ષત પરીખ અને સ્તુતિ વોરા હાજર રહશે. સાથે જ મ્યુઝિક ડાયરેકટર કેદાર ભગત પોતાના ગ્રુપ સાથે ઉપસ્થિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp