કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. BSE લિસ્ટિંગના દિવસે અપર સર્કિટ 200 પર ખુલ્યો

PC: Khabarchhe.com

સુરતમાં કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીનો BSE લિસ્ટિંગ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં યોજાયો હતો. આ પહેલીવાર છે કે સુરતની કોઈ કંપની હોમ ટાઉનમાં લિસ્ટ થઈ છે. IPO લિસ્ટિંગના દિવસે એટલે કે શુક્રવારે રૂ. 145ના ભાવે ભરાયો હતો, જે 38%ના પ્રીમિયમ સાથે રૂ. 200 પર ખૂલ્યો હતો અને અંતે રૂ. 210 પર બંધ થયો હતો. શુક્રવારે ખુલતાની સાથે જ આ કંપનીનું માર્કેટ કેપ 1050 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે.

બેલ સેરેમની કેપી ગ્રુપના સીએમડી અને પ્રમોટર ડૉ. ફારુક જી.પટેલના હસ્તે કરાય, તેમની સાથે કેપી ગ્રીનના હોલ-ટાઇમ ડાયરેક્ટર મોઇનુલ કડવા, સીએફઓ સલીમ યાહૂ, પ્રવીણ સિંઘ, ડાયરેક્ટર અફફાન પટેલ, હસન પટેલ, ડો. ઇન્દુગુપ્તા રાવ, સુરિન્દર નેગી, બીએસઇના એમડી અજય ઠાકુર વગેરે જોડાયા હતા. આ પ્રસંગે, બોલિવૂડ અભિનેતા સૂરજ પંચોલી અભિનીત કેપી ગ્રીનની જાહેરાત પણ લોન્ચ કરવામાં આવી હતી. સૂરજને કેપી ગ્રીનનો બ્રાન્ડ એમ્બેસેડર પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ સમયે સૂરજના માતા-પિતા અભિનેતા સૂરજ પંચોલી, ઝરીના વહાબ અને કેપી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર અને ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પણ હાજર હતા.

રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી KP ગ્રુપની આ ત્રીજી કંપની છે, જે BSE પર લિસ્ટ થઈ છે. અગાઉ કેપી એનર્જી અને કેપી ગ્રીન એનર્જીએ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો અને આજે આ બંને કંપનીઓની માર્કેટ કેપ 13000 કરોડ રૂપિયાથી વધુ છે.

કેપી ગ્રૂપના સીએમડી અને પ્રમોટર ડૉ. ફારુક પટેલે જણાવ્યું હતું કે, "અમે રોમાંચિત છીએ અને આભારી છીએ કે રોકાણકારોએ અમારા પર વિશ્વાસ મૂકીને IPO 29.58 વખત સબસ્ક્રાઇબ કર્યો. અમારી રૂ. 189.50 કરોડની માંગ સામે રૂ. 3727 કરોડની બીડ મળી. રોકાણકારોએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના પર અમે ખરા ઉતરીશું. કેપી ગ્રીન અમારી ફ્લેગશિપ કંપની છે અને આ કંપનીની 21 વર્ષની લાંબી સફર ખેડી છે. માત્ર 50 મેટ્રિક ટનના ઉત્પાદનથી શરૂ થયેલી સફર આજે 53000 મેટ્રિક ટનથી વધુના ઉત્પાદન સુધી પહોંચી છે અને કંપની ભરૂચના માતરમાં નવી ફેક્ટરીના નિર્માણ સાથે આગામી દિવસોમાં ઉત્પાદન ક્ષમતા 2.94 લાખ મેટ્રિક ટન સુધી પહોંચાડવાનું આયોજન કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp