સુરતમાં 3 પેઢી પર મોટા પાયે ITના દરોડા, 100 અધિકારીઓનો કાફલો ઉતરી આવ્યો, ગભરાટ

PC: wikipedia.org

તહેવારોની શરૂઆત થઇ ગઇ છે અને દિવાળી નજીક છે તે પહેલા સુરતમાં એક મોટા જવેલર અને 2 ડાયમંડ કંપનીઓ પર આવકવેરા વિભાગે પાડેલા વ્યાપક દરોડાને કારણે સુરતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.તહેવારોના દિવસોમાં આવકવેરરા વિભાગના આટલા મોટા ઓપરેશનથી ડાયંમડના વેપારીઓઅને ઝવેરીમાં ગભરાટ ફેલાઇ ગયો છે.100 જેટલા અધિકારીઓ સાગમટે સુરતમાં ઉતરીને દરોડાનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

બુધવારે સવારે આવકવેરા વિભાગના લગભગ 100 જેટલા અધિકારીઓ 35 જેટલો સ્થળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન સરૂ કર્યું છે. સુરતના એક સૌથી જૂના જવેલર્સ અને 2 ડાયમંડની પેઢીઓ આવકવેરા અધિકારીઓના સાણસામાં આવી ગઇ છે.

પારલેપોઇન્ટ વિસ્તારમાં આવેલા કાંતિલાલ જવેલર્સને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. કાંતિલાલ જ્વેલર્સના માલિક તુષાર ચોક્સી છે અને તેમની પેઢી સુરતની જૂની જવેલર્સ પેઢીમાની એક છે. તુષાર ચોકસી સુરત બુલિયન એસોસિયેશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

કાંતિલાલ જવેલર્સને ત્યાં દરોડા પડ્યા તો બુધવારે સવારથી શો-રૂમ બંધ રાખવામાં આવ્યો છે. આ એવો સમય છે, જ્યારે ઝવેરીઓની દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ રહેતી હોય છે.

જાણવા મળેલી માહિતી મુજબ આવકવેરા વિભાગે જે બે ડાયમંડ કંપનીઓ એક અક્ષર ડાયમંડ અને બીજી પાર્થ ડાયમંડ પર દરોડા પાડ્યા છે તે પણ ડાયમંડ જવેલરીના અનુસંધાનમાં જ દરોડા પાડવામાં આવ્યા છે. અક્ષર ડાયમંડના માલિક વિપુલ ભુવા સુરત જ્વેલરી મેન્યુફેકચર્સ એસોસિસેયશનના પ્રમુખ રહી ચૂક્યા છે.

હીરાબજાર સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યુ હતું કે આવકવેરા વિભાગે એક સથે 35 જેટલા સ્થળોએ જ્વેલરી બિઝનેસન સાથે સંકળાયેલા લોકો પર દરોડા પાડ્યા છે એ વાત વહેતી થતા ઝવેરીઓ અને ડાયમંડ ઉદ્યોગકારોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો છે. મોટા માથાઓએ પોતાના વહેવારોને છુપાવવાની તજવીજ પણ હાથ ધરી છે.

જાણવા મળેલી માહિતી મુજબ આવકવેરા અધિકારીઓને મોટા પાયે કાળુ નાણું મળવાની શક્યતા છે, કારણકે જ્યારે આટલા મોટા પાયે સર્ચ ઓપરેશન હોય તો પુરી તૈયારી સાથે જ અધિકારીઓ ત્રાટક્યા હોય.

વહેલી સવારથી શરૂ થયેલા દરોડાના ધમધમાટ હજુ ચાલી જ રહ્યો છે, પછી ખબર પડશે કે આઇટી અધિકારીઓને કેટલો દલ્લો મળ્યો છે. મોટા પાયે બે નંબરના દસ્તાવેજો હાથ લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp