મંત્રી પ્રફુલ પાનશેરીયાએ દત્તક લીધેલી બે દીકરીઓને મળશે પાક્કું ઘર

PC: twitter.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લાડવી ગામ સ્થિત હળપતિવાસમાં રહેતી માતા-પિતાની છત્રછાયા વિહોણી બે આદિવાસી દીકરીનો આધાર બની શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ બંને દીકરીઓને દત્તક લીધી છે, તેમના શિક્ષણ અને ગુજરાન માટેની તમામ જવાબદારીઓ પણ પોતાના શિરે લઇને માનવીયતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. 8 વર્ષીય સંજના રાઠોડ અને 6 વર્ષીય વંશિકા રાઠોડ નામની આ દીકરીઓ વૃદ્ધ દાદા સાથે જીર્ણશીર્ણ ઝૂંપડીમાં રહેતી આ અનાથ દીકરીઓની સ્થિતિ જોઇને તેમના માટે પાકા મકાનની સુવિધા ઉભી કરવાનો નિર્ધાર કર્યો હતો, જેના અનુસંધાને આજે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ બંને દીકરીઓના હસ્તે જ પાકા મકાનનું ખાતમુહુર્ત કરાવ્યું હતું.

મકાન ખાતમુહૂર્તની આ ભાવવાહી ક્ષણે સમગ્ર લાડવી ગામ સહભાગી થયું હતું અને મંત્રીના માનવતાભર્યા અભિગમને બિરદાવતા તમામ ગ્રામજનોની આંખો ભીંજાઈ હતી.

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું કે, પાકું મકાન બનાવી બંને દીકરીઓ અને વૃદ્ધ દાદા માટે છત્રછાયા કરવાનો સંકલ્પ કર્યો હતો, જે મકાનના ખાતમુહૂર્ત થતા જ ઝડપભેર સાકાર થશે. ઉપરાંત, સંજના અને વંશિકાના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રત્યેક દીકરી દીઠ રૂ.5.25 લાખ એમ કુલ રૂ.10.50 ની ફિક્સ ડિપોઝીટ પણ મૂકી દેવામાં આવી છે. હળપતિ સમાજની માતાપિતાવિહોણી આ દિકરીઓના શિક્ષણથી લઈને જીવનજરૂરી તમામ જવાબદારીઓ નિભાવવા અને ‘સેવા પરમો ધર્મ’ને સાર્થક કરવામાં નિમિત્તમાત્ર બન્યો તેનો આનંદ છે એમ તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp