પોર્ન જોયા પછી હજીરામાં 3 વર્ષની બાળકી સાથે સગીરોએ ગેંગરેપ કર્યો હોવાની આશંકા

PC: dnaindia.com

સુરતના હજીરામાં 3 વર્ષની બાળકી પર થયેલા બળાત્કાર મામલામાં બાળકી સાથે ગેંગરેપ થયો હોવાની ચોકાવનારી વિગતો સામે આવી રહી છે. જેમાં ક્રાઈમબ્રાંચને ચાર સગીરોને પકડવામાં સફળતા મળી હોવાની વાત છે. ગુરુવારે સાંજે 3 વર્ષની બાળકી રેપ થયો હતો. પોલીસે રાત્રે બાળકીના પડોશમાં રહેતા યુવક સહિત ત્રણને ઉંચકી લાવી પૂછપરછ શરૂ કરી હતી.  કોઈ ચોક્કસ કડી મળી ન હતી. જો કે જે રીતે બાળકી સાથે કૃત્ય કરવામાં આવ્યું તે જોતા પોલીસને સગીર વયના હોવાની શંકા પહેલેથી હતી. પોલીસે ઘટના બની તેની આજુબાજુના વિસ્તારોમાં કિકેટ રમતા સગીરોની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં કેટલીક ચોકાવનારી હકીકતો જાણવા મળી હતી. જેના આધારે પોલીસે 14 વર્ષના સૂરજ, 12 વર્ષના સચીન, 9 થી 10 વર્ષનો સૂરજ અને અન્ય એક 10 વર્ષનો સગીર મળીને ચારેય સગીરોએ બાળકી સાથે ગેંગરેપ કર્યો હોવાની પણ વાત છે.

સગીર સૂરજ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને લઈ ગયો હતો. અને તેણે તેના સાગરિતો સાથે બાળકી પર ગેંગરેપ કર્યા હતો. ચારેય સગીરો હજીરામાં ઝાડીની નજીક મજૂરોના એક ઝુપડામાં બાળકીને ત્યાં લઈ ગયા હતા. જયા વારાફરતી ચારેય સગીરોએ રેપ કર્યો હોવાની વાત સામે આવી રહી છે.સગીરોના પિતા કંપનીમાં નોકરી કરતા હોવાથી મોબાઈલ ઘરે મુકી જતા હતા. જેથી સગીરો પિતાનો એન્ડ્રોઈ મોબાઈલ લઈને તેમાં યુ-ટયુબ પર બ્લુ ફિલ્મો જોતા હતા. જેના કારણે ચારેય જણાએ આવેશમાં આવીને આ કૃત્ય કર્યુ હતું. ગેંગરેપની ઘટનામાં સામેલ સૂરજ અને સચીન મુખ્ય સૂત્રધાર છે. જયારે અન્ય બે સાગરિતો તેના મિત્રો છે. આ ચારેય જણા અન્ય સગીરો મિત્રો સાથે કિકેટ રમતા હતા.ચારેય જણા એક ઝુપડામાં બાળકીને લઈને ગયા અને ત્યાં બહાર વોચમાં ઉભા રહી વારાફરતી બાળકી પર રેપ કરી બાદમાં બાળકીને લોહીલુહાણ હાલતમાં ઝુપડામાં મુકીને જાય તો મજૂરોને હકીકતો ખબર પડી જાય એમ હતું. જેથી સૂરજએ બાળકીને નજીકમાં ઝાડીમાં ફેકી દીધી હતી. બાદમાં સૂરજ તેના પિતરાયભાઈની સાથે આ જગ્યા પર ટોયલેટ કરવા માટે આવ્યો હતો. જયા તેના પિતરાયભાઈએ બાળકીને લોહીલૂહાણ હાલતમાં જોઈ હતી. જેથી પિતરાયભાઈની સાથે સૂરજએ બાળકીને ઉંચકીને તેના ઘરે લઈ ગયો હતો. બાળકીના ઘરની નજીક ખોલી નં-1માં રહેતા કનૈયાને સૂરજએ ઝાડીમાંથી મળી હોવાનું બહાનું કાઢીને બાળકીને સૌપીને ચાલી ગયો હતો. બાળકીને સૂરજએ કનૈયાને આપી ત્યારે પિતરાયભાઈ દૂર ઊભેલો હતો. જયારે પિતરાયભાઈને સૂરજએ કરેલી હરકતો બાબતે અજાણ હતો.બળાત્કારનો ભોગ બનેલી બાળકીની તબિયત પૂછવા માટે ઘારાસભ્ય ઝંખના પટેલ હજીરાના સંરપચ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં રવિવારે બપોરે આવી હતી. જયા બાળકીના પિતાને સરકારી આથિક સહાય આપવાની ખાતરી આપી હતી. એટલુ જ નહિ તેમણે પોતે પણ બાળકીના પરિવારને આર્થિક મદદ કરવાની તૈયાર બતાવી છે. પોલીસની ટીમ જયારે સચીનને પૂછપરછ માટે લાવી ત્યારે તેને પ્રાઈવેટ પાર્ટ પર સોજો હતો. જેના આધારે પોલીસને શંકા વધુ તેજ બની હતી. જેના આધારે એક પછી એક સગીરોને પોલીસે પૂછપરછ માટે લાવીને ગુનો ઉકેલી નાખ્યો હતો. સચીન નશાના રવાડે પણ ચઢયો હોવાની વાત અન્ય સગીરની પૂછપરછમાં જાણવા મળ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp