વિનસ જ્વેલના રક્તદાન કેમ્પમાં 150 બોટલથી વધારે રક્ત ભેગું થયું

PC: Khabarchhe.com

હીરા ઉદ્યોગની વિશ્વવિખ્યાત કંપની વિનસ જ્વેલના કર્મચારીઓ દ્વારા કંપનીના મોભી સેવંતીભાઇ શાહ ના ધર્મપત્ની રસીલાબેનના જન્મદિન નિમિત્તે વિનસ જ્વેલ પરિસરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જરૂરીઆતમંદ દર્દીઓને ઉપયોગી થવા સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજાયેલ આ શિબિરમાં કર્મચારીઓ દ્વારા 150 બોટલથી વધુ રક્ત એકત્રિત થયુ હતું.રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા સેવંતીભાઇ શાહ,રસીલાબેન અને સમગ્ર પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp