નવસારી બેઠક: ભાજપના પાવરફુલ નેતા વર્સીસ કોંગ્રેસના ગાંધીવાદી ઉમેદવાર વચ્ચે જંગ

PC: zeenews.india.com

નવસારી લોકસભા બેઠક પર ભાજપના પાવરફુલ નેતા સી આર પાટીલ વર્સીસ વિખેરાઇ ગયેલી કોંગ્રેસના ગાંધીવાદી નેતા નૈષધ દેસાઇ વચ્ચે જંગ થવાની છે.

નવસારી બેઠકનું વર્ષ 2008માં સીમાંકન થયું અને વર્ષ 2009માં લોકસબા સીટ બની ત્યારથી માંડીને વર્ષ 2019 સુધીની લોકસભા સીટ પર સી આર પાટીલ ચૂંટણી જીતતા આવ્યા છે. વર્ષ 2009માં તેમણે 1.32 લાખ, 2014માં 5.58 લાખ અને 2019માં 6.89 લાખની ઐતિહાસિક લીડ મેળવી હતી. સી. આર પાટીલે 18 એપ્રિલે નવસારીમાં ભવ્ય રોડ શો કર્યો હતો અને તેઓ 19મી એપ્રિલે ફોર્મ ભરવા જવાના છે.

કોંગ્રેસે છેલ્લી ઘડીએ નવસારી બેઠક પરથી નૈષદ દેસાઇને ઉતાર્યા છે. નૈષધ દેસાઇ પોતે એડવોકેટ છે અને જ્યારે સ્ટુડન્ટ હતા ત્યારે ઘણી ડિબેટો જીત્યા છે. તેમણે શ્રમિકો માટે વર્ષો સુધી કામ કર્યું છે. દેસાઇનો આખો પરિવાર સ્વાતંત્રય સેનાની હતો. ઉપરાંત દિવગંત પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇ સાથે તેમના પરિવારનો કૌટુંબિક રિલેશન હતું. નૈષધ દેસાઇ ગાંધીજીની પોતડી અને બંડી જેવા વસ્ત્રો, માથે ટાલ અને હાથમાં લાકડી લઇને લોકસભાનો પ્રચાર કરી રહ્યા છે. નૈષધ દેસાઇ 19 એપ્રિલે નવસારીના મટવાડથી દાંડી સુધી પદયાત્રા કરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp