SG IVF & Women's Careની નવી શાખાનું સુરતના સરથાણા ખાતે શુભારંભ

PC: Khabarchhe.com

SG IVF & Women's Care દ્વારા 1 સપ્ટેમ્બર 2024ના રોજ, સરથાણા નેચર પાર્ક સામે તેના નવા હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન હિંદુ સંસ્કાર મુજબ વડીલોના આશીર્વાદ સાથે કરવામાં આવ્યું હતું. આ શુભકાર્ય ડૉ. ચિરાગ કેવડિયાના સન્માનનીય કુટુંબના સભ્યો દાદા રામજીભાઈ, દાદી શ્યામુ બા, તેમના પિતા ગોવિંદભાઈ અને માતા સવિતાબેન દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું. સરથાણા નેચર પાર્ક સામે 501થી 503 મિલેનિયમ બિઝનેસ હબ-1માં શરૂ કરવામાં આવેલા આ હોસ્પિટલ તમામ અધ્યતન સુવિધાઓથી સજ્જ છે.

આ પ્રસંગે ડો. ચિરાગ કેવડિયાએ કહ્યું હતું કે આ હોસ્પિટલ IVF અને મહિલા આરોગ્ય ક્ષેત્રમાં આધુનિક સારવાર કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ડો. કેવડિયાએ આજ સુધીમાં 3000થી વધુ નોર્મલ (દુખાવા રહિત) ડિલિવરીઓ, 1000 કરતા વધુ સિઝેરિઅન ડિલિવરીઓ, 100 કરતાં વધુ ખૂબ જ જોખમકારક ડિલિવરીઓ સફળતાપૂર્વક પાર પાડી છે. તેઓએ 800થી વધુ સ્ત્રીની કોથળી અને ગાંઠના ઓપરેશન્સ દૂરબીનથી કર્યા છે. આ ઉપરાંત 1000 કરતાં વધુ નિઃસંતાન દંપતીને સારવાર અને સહાય પૂરી પાડીને તેમના માતાપિતાપા બનવાના સપનાને પૂરા કરવામાં મદદ કરી છે.

ડો.ચિરાગ કેવડીયા: "દર 8 મિનિટે, આપણે ભારતમાં સર્વાઇકલ કેન્સરથી એક મહિલાને ગુમાવીએ છીએ. વહેલું નિદાન, રસીકરણ અને જાગૃતિ જીવન બચાવી શકે છે. આ અટકાવી શકાય તેવી દુર્ઘટનાથી આપણી માતાઓ, પુત્રીઓ અને બહેનોને બચાવવા માટે આપણે સાથે મળીને કામ કરીએ." આ સંદેશ મુદ્દાની તાકીદ અને જાગૃતિ અને નિવારક સંભાળના મહત્વ પર ભાર મૂકે છે.

ડો. કેવડિયા કહે છે કે ઘણી પદ્ધતિઓ વચ્ચે સચોટ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ પસંદ કરવું મહત્વપૂર્ણ છે. દરેક પદ્ધતિની શક્તિઓ અને મર્યાદાઓ વિશે સ્પષ્ટ સમજ આવશ્યક છે. ICSI અને IVF બંને અસરકારક પદ્ધતિઓ છે. પરંતુ આ બંનેના ઉપયોગના દ્રષ્ટિકોણમાં મહત્વપૂર્ણ તફાવત છે. તેમણે વધુમાં જણાવ્યું કે IVFમાં, એગ અને સ્પર્મને લેબ ડિશમાં ભેળવીને કુદરતી રીતે ફર્ટિલાઇઝેશન કરાય છે. જ્યારે ICSI એક ચોક્કસ સ્પર્મને સીધી રીતે એગમાં દાખલ કરે છે. સામાન્ય રીતે ICSI પુરુષોની ઇનફર્ટિલિટી માટે ઉપયોગી છે. જ્યારે IVF પુરુષ અનેસ્ત્રી બન્નેની ઇનફર્ટિલિટી કરાય છે છે.

ડો. ચિરાગ જી. કેવડિયા એ તેમનો M.B.B.S અને D.G.O નો ઉચ્ચ મેડિકલ શાખાને અભ્યાસ પ્રતિષ્ઠિત B.J. મેડિકલ કોલેજ (BJMC) અમદાવાદથી પૂર્ણ કરેલ છે. તેમણે અમદાવાદમાં આઇવીએફમાં ફેલોશિપ પૂર્ણ કરી છે. 3 વર્ષ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષ નડિયાદત્રિભુવનદાસ ફાઉન્ડેશનમાં અનુભવ ઉપરાંત સુરતના પ્રાઇવેટ હોસ્પિટલમાં અનુભવ લીધો.

હોસ્પિટલનું મિશન: SG IVF અને વિમેન્સ કેરનું મિશન છે દરેક દર્દીની જુદી જુદી જરૂરિયાતોને ધ્યાને લઇને પર્સનલ કેર પ્રદાન કરવી. આ ઉપરાંત એવી સિસ્ટમ વિકસાવવી જ્યાં દરેક વ્યક્તિ તેમના પિતૃત્વ કે માતૃત્વના સ્વપ્નને આત્મવિશ્વાસ અને સરળતા સાથે હાંસલ કરી શકે.
હોસ્પિટલનું વિઝન: તેમનું વિઝન છે કે લોકો આ વિષયોમાં વધુને વધુ જાણકાર બને જેનાથી આપણો સમાજ સશક્ત બને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં ઇનફર્ટિલિટીની સારવાર વિશે જાગૃતિ મર્યાદિત છે. તેમનો હેતુ IVF અને ICSI ટેક્નૉલૉજીની આસપાસના મિથકો અને ગેરસમજને દૂર કરવાનો છે. આ ઉપરાંત પરિવારોના જીવન પર સકારાત્મક અસર કરવાની સાથે અદ્યતન રિપ્રોડક્ટિવ હેલ્થકેર બધા માટે ઉપલબ્ધ બને ભલેને પછી તેમની પૃષ્ઠભૂમિ કોઇપણ હોય.
દરેક દર્દીના જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવું તેમનું લક્ષ્ય છે. એટલે જ SG IVFની Tagline છે "Delivering Happiness.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp