ડાયમંડ બુર્સમાં ઓફિસો તો બનીને તૈયાર થઇ ગઇ, પરંતુ કોઇ લેવા તૈયાર નથી: દર્શન નાયક

PC: divyabhaskar.co.in

સુરતના ખજોદ વિસ્તારમાં આવેલા ડ્રીમ સિટીમાં ડાયમંડ બૂર્સમાં ઓફિસો તો બનીને તૈયાર થઇ છે, પરંતુ પ્રદુષણને કારણે કોઇ ઓફિસો લેવા તૈયાર નથી એવો દાવો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે કર્યો છે. નાયકે કહ્યું છે કે, આ પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની સરકારી જમીન ફાળવવામાં આવેલ અને વેરા પણ માફ કરવામાં આવેલ છે.જેનો અમોને કોઈ વિરોધ નથી પરંતુ, આનો લાભ કોઇ ગરીબ અને સામાન્ય નાગરિક ને નહીં પરંતુ જે માલેતુજાર ધંધાદારી લોકો જ આનો લાભ લેવાના છે! કેમ કોઇ ખેડૂત કે નાના વ્યાપારી તેમજ નાના રત્નકલાકાર ને આવો લાભ આપવામાં આવતો નથી ? જ્યારે ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે સરકાર ઉપર બોજો પરવાની વાત કરવામાં આવે છે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી છે.

મોજે ખજોદ- સુરત શહેર ખાતે આવેલ બ્લોક નંબર ૧૭૭ વાળી સરકારી જમીન ૧૦૬૫ હેક્ટર પૈકી ૫૬૧.૯૮ હેક્ટર જમીન માત્ર ૧/- રૂપિયાના ટોકન ભાવે ડાયમંડ રીસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સીટી લીમીટેડ (ડ્રીમ સીટી)ને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ હતી. આ જમીનની ૨૦૧૫ની રાજ્ય મૂલ્યાંકન સમિતિ દ્વારા સરકારી કિંમંત ૩૮,૯૨૧/- રૂપિયા પ્રતિ ચોરસ મીટર જેટલી આંક્વામાં આવેલ હતી. જેનું કુલ મૂલ્ય ૨૧,૮૭૨/- કરોડ રૂપિયા થાય છે. આ જમીન સરકારી ડ્રીમ સીટી કંપની પાસે જમીન ખરીદ કરવા પુરતું ભંડોળ ન હોવાના લીધે ફક્ત રૂપિયા ૧ ના ટોકન ભાવે ૯૯ વર્ષના પટ્ટા પર આપી દેવામાં આવી હતી. આ ડ્રીમ સીટીને સ્ટેમ્પ ડ્યુટી નોંધણી ફી, અને રાજ્ય સરકારના કોઈપણ કર અને વેરાઓ ભરવામાંથી મુક્તિ આપવા આવેલ છે. ડ્રીમ સીટી કંપની લી. એ ગુજરાત સરકારને પાંચ વર્ષ સુધી કોઈપણ જાતની જમીનની કિંમત રાજ્ય સરકારમાં મહેસુલ વિભાગને ભરવાની નથી. જે જગ્યા પર હાલ ૧૫ માળના ૯ વાણિજ્યિક ટાવરોમાં ૪,૬૯૭ જેટલી ઓફિસો બનેલી છે.

ડ્રીમ સીટી દ્વારા વિકાસકારોને આ જમીન ફાળવણી કરી વિકાસ કરવામાં આવશે અને રોજગારી ઉભી થશે એવા આશયથી આ યોજના ઉભી કરવામાં આવેલ હતી, પરંતુ આ પ્રોજેક્ટ બન્યા પછી ઓફિસો તો બનીને તૈયાર થઈ ગયેલ છે પરંતુ પ્રદૂષણના કારણે કોઈ લેવા તૈયાર નથી. જેથી આ એક ગુજરાત સરકારની નિષ્ફળ યોજના સાબિત થઈ રહેલ છે.અમો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કરેલ અરજી માં મળેલ માહિતી મુજબ આ જગ્યાની આકારણી પણ સુરત મહાનગર પાલિકાની કચેરી ખાતે થયેલ નથી. તદુપરાંત જે પણ ઓફિસો ભાડે અપાયેલ છે તેનો પણ કોઈપણ કર વેરો વસૂલ કરવામાં આવ્યો નથી.જેથી સરકાર અને સુરત મહાનગર પાલિકા પર આટલા મોટા પ્રોજકટ્ની જાણવળી રાખવાનો ખર્ચ પડી રહ્યો છે.જેનું ભારણ સામાન્ય નાગરિક ઉપર આવી રહ્યું છે.

વધુમાં સદર પ્રોજેક્ટમાં સરેરાશ લગભગ ૨૦ કિલો લિટર પ્રતિ માસ જેટલા પાણીનો વપરાશ થઈ રહ્યો છે . સુરત મહાનગર પાલિકામાં અમો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કરેલ અરજી માં મળેલ માહિતી મુજબ છેલ્લાં ૫ વર્ષમાં આ પાણી વેરો સરેરાશ ૧,૨૩,૧૨,૦૦૦/- રૂપિયા થાય છે. સદર યોજનાને આપવામાં આવેલ પર્યાવરણીય મંજૂરીના કોમ્પલાયન્સ રિપોર્ટમાં ખાલી પેપર પર જ શરતોનું પાલન થયેલ હોય ઍવું હાલ ની તારીખમાં લાગે છે . માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત ની અરજીમાં સુરત મહાનગર પાલિકા માંથી મળેલ માહિતી જોતાં લાગે છે કે ડાયમંડ રીસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સીટી લીમીટેડને વાયોલેશન કેસમાં મળેલ પર્યાવરણીય મંજૂરીમાં ફાળવણી કરવામાં આવેલ રકમનો વપરાશ ડ્રીમ સિટી દ્વારા ખાલી પેપર પર જ કરવામાં આવેલ છે.

ડાયમંડ રીસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સીટી લીમીટેડ (ડ્રીમ સીટી)ને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની સરકારી જમીન ફાળવવામાં આવેલ અને વેરા પણ માફ કરવામાં આવેલ છે.જેનો અમોને કોઈ વિરોધ નથી પરંતુ, આનો લાભ કોઇ ગરીબ અને સામાન્ય નાગરિક ને નહીં પરંતુ જે માલેતુજાર ધંધાદારી લોકો જ આનો લાભ લેવાના છે! કેમ કોઇ ખેડૂત કે નાના વ્યાપારી તેમજ નાના રત્નકલાકાર ને આવો લાભ આપવામાં આવતો નથી ? જ્યારે ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે સરકાર ઉપર બોજો પરવાની વાત કરવામાં આવે છે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી છે. પરતું આવા નિષ્ફળ પ્રોજેક્ટમાં સરકાર ઉપર ભારણ આવે છે ત્યારે કેમ કોઈ પદાધિકારી કે અધિકારીઓ મૌન અવસ્થામાં છે ? હકીકતમાં સરકારની સહાય અને મદદ ની જરૂર ખેડૂત અને નાના વ્યાપારીઓને તેમજ નાના રત્નકલાકારો ને હોય છે. તો કોના હિત માટે નાગરિકોના ટેક્સના રૂપિયા માંથી આવા માલેતુજાર અને આર્થિક રીતે સધ્ધર લોકોને રાહત અને લાભ આપવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા આપવામાં આવેલ આવી રાહત નું આર્થિક ભારણ તો સુરત મહાનગર પાલિકા અને અંતે તો સામાન્ય નાગરિક ઉપર જ આવવાનું છે તથા ભવિષ્યમાં આને કારણે વેરામાં વધારો થયાની પણ સંભાવના રહેલી છે.

સામાન્ય નાગરિક ને આવી યોજના થી કોઇ લાભ થતો નથી ઊલટાનું તેમનાં ટેક્સના અને વેરાનાં રૂપિયા આવા નિષ્ફળ પ્રોજેક્ટમાં વેડફાઇ રહ્યા છે.આવા પૂર્વ આયોજન વિનાની યોજનાથી સરકાર અને સુરત મહાનગર પાલિકાને અને સાથે સાથે સામાન્ય નાગરિકને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

 ડાયમંડ રીસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સીટી લીમીટેડ (ડ્રીમ સીટી)ને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની સરકારી જમીન ફાળવવામાં આવેલ અને વેરા પણ માફ કરવામાં આવેલ જે બાબતે પુનઃવિચાર વિમર્શ કરી તેમની પાસે વેરા વસૂલ થાય એવા નીતિનિયમો બનાવશો તથા જે દુકાનોની આકારણી કરવામાં આવેલ નથી તેમણે આકારણી કરાવી તેમની પાસે વેરો વસૂલ કરાવશો તથા પર્યાવરણીય મળેલ મંજૂરીની શરતોની પાલન કરાવવા માટે કાર્યવાહી કરાવશો.

આપણો દેશ બંધારણ થી ચાલતો લોકતાંત્રિક દેશ છે.આપણાં દેશના બંધારણમાં દરેક માટે કાયદો એક સમાન છે અને દરેક કાયદા સામે એક સમાન છે. જેથી આપને જણાવવાનું કે જો આપડાઈમંડ ડ્રીમ સીટીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની સરકારી જમીન ફાળવવામાં આવેલ અને વેરા પણ માફ કરવામાં આવેલ છે તે વસૂલ કરાવવા માટે કાર્યવાહી કરવામાં અસમર્થ રહો તો એક ખેડૂત અને એક નાગરિક તરીકે લોકો વતી મારી માગણી છે કે ગુજરાત ના તમામ ખેડૂત ના દેવા માફ કરવામાં આવે તથા ડ્રીમ સીટી ને ગુજરાત સરકાર દ્વારા જે વેરા ભરવામાંથી મુક્તિ આપવાની રાહત આપવામાં આવેલ છે તેવી રાહત તમામ સામાન્ય નાગરિકોને પણ આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp