સુરતના ભેજાબાજોએ અયોધ્યાની માટીનો પણ ઓનલાઇન ધંધો શરૂ કરી દીધો

PC: twitter.com

અયોધ્યા 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ થવાનો છે. જેમ સતયુગમાં રામના નામે પથરા તરી ગયા હતા તે રીતે કળિયુગમાં લાંબા વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે. તો કેટલાંક ભેજાબાજ લોકોએ રામ ના નામે ધંધો શરૂ કરી દીધો છે. કણ કણ મેં રામના નામથી એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેની AAP પણ બનાવવામાં આવી છે, એક ગિફ્ટ બોક્સ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ગોલ્ડ, સિલ્વર કે કોપર કોઇનની સાથે અયોધ્યાની માટીની એક બોટલ અને તુલસીદાસની ચૌપાઇઓ સાથે આપવામાં આવી રહી છે. AAP પર ઓર્ડર કરીને આ ગિફ્ટ બોક્સ વેચવામાં આવી રહ્યું છે. તો એક મહિલાએ ચલો અયોધ્યા નામથ ટૂર પેકેજ તૈયાર કરી દીધું છે. જ્યારે 22 જાન્યુઆરી 2024 પછી અયોધ્યા રામ મંદિર લોકો માટે ખુલ્લું મુકવમાં આવશે ત્યારે આ મહિલા ટૂર પર લોકોને લઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp