પેરિફેરલ વેસ્કુલર રોગની સારવાર સુરતના આંગણે 'માસ્ટર્સ મીટ માસ્ટર્સ'નું આયોજન

PC: Khabarchhe.com

સુરત. કોન્સેપ્ટ મેડિકલ દ્વારા સુરતના આંગણે પેરિફેરલ વેસ્ક્યુલર રોગ પર એક શૈક્ષણિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પેરિફેરલ વેસ્ક્યુલર રોગની સારવાર માટેના વિચારો, ટિપ્સ અને યુક્તિઓ અને નવીનતાઓનું આદાનપ્રદાન માટે અગ્રણી ઇન્ટરનેશનલ ફેકલ્ટીઓ અને જાણીતા ભારતીય ડોક્ટરો વચ્ચે એક સામાન્ય પ્લેટફોર્મ પર આવ્યા હતા. 'માસ્ટર્સ મીટ માસ્ટર્સ' શીર્ષક હેઠળ યોજાયેલી આ ઇવેન્ટમાં વેસ્ક્યુલર સ્પેસમાં કેવા પ્રકારના નવા ઉપચારો હવે ઉપલબ્ધ છે કે જેનાથી આ બીમારીને આગળ વધતા રોકી શકાય અને દર્દીને રાહત આપી શકાય તે વિશે માસ્ટર્સ દ્વારા સહયોગી જ્ઞાન અને અનુભવનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માસ્ટર્સ તરીકે ન્યૂયોર્કથી ડૉ. સાહિલ પરીખ, બોસ્ટનથી ડૉ એરિક સેકેમસ્કય, યુએસએથી ડૉ.બ્રિયન ડી રૂબેરટિસ, સિંગાપોરથી ડૉ. એડવર્ડ ચોકે અને ઓસ્ટ્રેલિયાથી ડૉ.રોમન વરકોએ જ્યારે ભારતમાંથી ડૉ. સમીર દાની, ડૉ. ગિરીશ રેડ્ડી, ડૉ. તપિશ સાહુ, ડૉ. ગિરીશ વારાવડેકર, ડૉ. સાઈ કાંથ દીપલમ, ડૉ. જેની ગાંધી, ડૉ. પરેશ પટેલ અને ડૉ. નરેન્દ્રનાધ મેધા ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે ડૉ.સાહિલ પરીખે જણાવ્યું હતું કે સામાન્ય રીતે પેરિફેરલ વેસ્ક્યુલર બીમારી અંગે લોકોમાં ખુબજ ઓછી જાગરૂકતા છે. જ્યારે પણ લોકોને પગમાં કે હાથમાં દુખાવો થાય છે તો લોકો સામાન્ય રીતે પેઈન ક્રિમ કે અન્ય કોઈ ટ્યુબ લગાવે છે કા તો પેનકિલર ટેબ્લેટ લે છે. પરંતુ આ બિમારીની ગંભીરતા ત્યારે ખબર પડે છે જ્યારે આ બીમારી ફેલાઈ જાય છે અને લાસ્ટ સ્ટેજ ઉપર પોચી જાય છે ત્યારે બ્લડ સરકયુલેશન કમ્પ્લેટ બંધ થઇ જાય છે અને જો પેશન્ટ ને ડાયાબિટીસ હોય તો એ ગેંગ્રીન નું સ્વરૂપ ધારણ કરી લે છે, જે પગ કપાવાની સ્તિથી (Foot amputation) ઉભી કરે છે. ઇન્ફેક્શન જ્યારે ફેલાઈ જાય છે ત્યારે દર્દી ડોક્ટર પાસે આવે છે પણ આ આવી સ્થિતિ હોય છે કે દર્દીને સાજો કરવાની શક્યતા અહીં થી નહિવત જેવી હોય છે. હાલમાં જે ઉપચાર માટેની જે પદ્ધતિ આ બીમારી માટે ઉપયોગમાં લેવામાં આવે છે એ છે Stant, POBA (plain balloon angioplasty) અથવા Paclitaxel drug coated balloon પણ આ paclitaxel માનવીય શરીર માટે યોગ્ય નથી, સેફ નથી. નોર્મલ બલૂન કે પોબા કરવામાં આવે છે પણ આવી ટ્રીટમેન્ટ એ કાયમી સમાધાન નથી. દર્દીને ફરીથી ઉપચાર માટે આવવું પડે છે. પણ હવે એક નવો વિકલ્પ મળ્યો છે અને તે છે સિરોલીમસ કોટેડ બલૂન આ બલૂન ઇન્ફેકશનને અટકાવી દે છે એટલે કે આગળ વધવા દેતું નથી. આ માનવ શરીરને કોઈ નુકસાન કરતું નથી. આ પ્રકારના બલૂન નો ઉપયોગ વધી રહ્યો છે અને દર્દીઓમાં તેના ફાયદા પણ જોવા મળી રહ્યા છે.

ડૉ. સમીર દાની એ જણાવ્યું હતું કે આ રોગ વાહિનીમાં બ્લોકેજના કારણે થાય છે અને કોલેસ્ટ્રોલના કારણે આ બ્લોકેજ થતાં હોય છે. મેજિકટચ પીટીએ જે કે સિરોલીમસ કોટેડ બલૂન છે, એક ઇનોવેટીવ ટ્રીટમેન્ટ છે. જ્યારે ઘૂંટણના નીચેના ભાગમાં બ્લોકેજ થાય છે ત્યારે સ્ટેન્ડ લગાવવો પોસિબલ નથી અને ત્યાં આ પ્રકારનો બલૂન શ્રેષ્ઠ ઓપ્શન છે. આ કન્સેપ્ટ મેડિકલનો એક નવો આવિષ્કાર છે. ડ્રગ કોટેડ બલૂન ટેક્નોલોજી વિશે વાત કરીએ તો, એવી સંખ્યાબંધ કંપનીઓ છે જે પેક્લિટાક્સેલ ડ્રગ કોટેડ બલૂનનું ઉત્પાદન કરી રહી છે કારણ કે પેક્લિટાક્સેલ બલૂન પર કોટ કરવા માટે સરળ છે પરંતુ અસુરક્ષિત છે. સૌથી સુરક્ષિત લિમસ દવા સિરોલિમસ કોટેડ બલૂન છે પરંતુ તેને કોટ કરવું અશક્ય હતું. કન્સેપ્ટ મેડિકલ દ્વારા મેજિક ટચ, એ વિશ્વનો પહેલો સિરોલિમસ કોટેડ બલૂન છે જે યુએસએફડીએ દ્વારા IDE મંજૂર મંજૂરી દ્વારા USA મા ટ્રાયલ હેઠળ છે અને, યુરોપમાં CE દ્વારા મંજૂર કરાયેલ છે અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા આવા વેસ્ક્યુલર રોગોની સારવારમાં લોકપ્રિયતા મેળવનાર સિરોલિમસ કોટેડ બલૂન છે. પણ ભારતમાં આ નવીન ટ્રીટમેન્ટ વિકલ્પની જાગૃતિની જરૂર છે જે પહેલેથી ભારતની મેજર હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે.

ઇવેન્ટ દરમિયાન ડૉ મનીષ દોશી, MD કન્સેપ્ટ મેડિકલ એ જણાવ્યું કે "કન્સેપ્ટ મેડિકલ બેસ્ટ સેફ્ટી અને હેલ્થકેર સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. ઉદાહરણ તરીકે કન્સેપ્ટ મેડિકલનો મૅજિક ટચ, કે જે ભારતમાંથી વિશ્વનું પ્રથમ સિરોલિમસ કોટેડ બલૂન છે, જેને SFA (ઘૂંટણ ઉપરના બ્લોક), BTK (ઘૂંટણ નીચેના બ્લોક) સાથે કોરોનરી સ્પેસમાં અન્ય 2 USFDA IDE મંજૂરી મળેલ છે.”

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp