સુરતમાં સરકારી વકીલના પુત્રને બુટલેગરોએ માર માર્યો, પોલીસે 9 કલાકે ફરિયાદ લીધી?
સુરતમાં સરકારી વકીલ મેહુલ દેસાઇના પુત્ર પૃથ્વીરાજ પર કેટલાંક બુટલેગરોએ હુમલો કર્યો અને પોલીસે ફરિયાદ લેવામાં 9 કલાક કાઢી નાંખ્યા એ ઘટનાની ભારે ચર્ચા છે. બીજી તરફ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશને ઠરાવ કર્યો છે આરોપી તરફથી સુરતનો કોઇ પણ વકીલ કેસ લડશે નહીં.
સરકારી વકીલ મેહુલ દેસાઇનો પુત્ર દવા લેવા નિકળ્યો હતો ત્યારે કેટલાંક બુટલેગરોએ તેને માર માર્યો હતો. મેહુલ દેસાઇએ આરોપ લગાવ્યો કે પોલીસ ફરિયાદ લેવામાં 9 કલાક કાઢી નાંખ્યા અને પોલીસે પોતે કહ્યું કે, બહુ માથા ભારે લોકો છે, ફરિયાદ કરશો તો ભારે પડશે.
આ બાબતે અમે રાંદેર પોલીસ સ્ટેશનના પી આઇ. આર. જે. ચૌધરી સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કે, અમે જાણીએ છી કે મેહુલ દેસાઇ સરકારી વકીલ છે અને અમે પણ સરકારની નોકરી કરીએ છીએ તો શું કામ તેમની ફરિયાદ ન લઇએ. દેસાઇ જ્યારે ફરિયાદ કરવા આવ્યા એ પછી અમારો સ્ટાફ સ્થળ તપાસ માટે ગયો હતો એટલે વિલંબ થયો અને બીજું કે આગલી રાત્રે જ એક 5 કરોડની લૂંટમાં રાંદેર પોલીસ ભીલાડથી આરોપીઓને પકડી લાવી હતી. આ બધા કારણોને લીધે ફરિયાદ લેવામાં વિલંબ થયો.પોલીસે 3 ઓરોપીઓને પકડી લીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp