સારા અલી ખાનની ‘એ વતન મેરે વતન’ ફિલ્મ સુરતના ગુજરાતી મહિલા પર બની છે

PC: news18.com

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન અભિનીત ફિલ્મ‘એ વતન મેરે વતન’ ફિલ્મ જે મહિલા પર બનાવવામાં આવી છે તે સુરતના ગુજરાતી મહિલા હતા. તેઓ ગાંધી વાદી વિચારધારા ધરાવનારા અને સ્વાંતત્ર્ય સેનાની હતા.

સારા અલી ખાન જેમની મુખ્ય ભૂમિકા ભજવવાની છે તે મહિલાનું નામ ઉષા મહેતા છે અને તેમનો જન્મ સુરત નજીક આવેલા ઓલપાડના સરસ ગામમાં થયો હતો. ઉષા 5 વર્ષના હતા ત્યારે ગાંધીજીને અમદાવાદમાં જોયેલા ત્યારથી ગાંધીજીથી પ્રભાવિત થઇને ભારત છોડો આંદોલનમાં જોડાયા હતા.

1942માં જ્યારે ભારત છોડો આંદોલન ચાલતું હતું ત્યારે ઉષા મહેતાએ એક સિક્રેટ રેડિયો સર્વિસ શરૂ કરી હતી. તેમના સહયોગીઓ મદદ કરતા હતા. આ સિક્રેટ રેડિયો સર્વિસ દ્રારા સેનાનીઓને બધા સમાચાર મળતા રહેતા હતા. જો કે 3 જ મહિનામાં ઉષા મહેતાની ધરપકડ થઇ અને તેઓ 4 વર્ષ જેલમાં રહ્યા.

જેલમાંથી છુટ્યા પછી ઉષા પી.એચડી. થયા હતા. 12 વર્ષની ઉંમરે તેમનો પરિવાર મુંબઇ શિફ્ટ થઇ ગયો હતો. 1998માં તેમને પદ્મવિભૂષણનું સન્માન આપવામાં આવ્યું હતું.11 ઓગસ્ટ 2000માં તેમનું નિધન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp