ભરૂચની લોકસભા સીટ કોંગ્રેસે AAPને આપી દેતા મુમતાઝ પટેલે જુઓ શું કહ્યું

PC: twitter.com

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ભરૂચ અને ભાવનગરની સીટ આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે. ભરૂચની સીટ પર અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ લડશે, એવી ચર્ચા ચાલતી હતી, પરંતુ ચૈતર વસાવાના નામની આમ આદમી પાર્ટીએ જાહેરાત કરતા મુમતાઝ પટેલનું પત્તું કપાઈ ગયું હતું અને ગુજરાતની 24 સીટો કોંગ્રેસે લઈને 2 સીટ આમ આદમી પાર્ટીને આપવાનું નક્કી કર્યું હતું. ગઠબંધનની આ જાહેરાત બાદ મુમતાઝ પટેલ નારાજ જોવા મળ્યા હતા. તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી ટ્વીટ કરીને લખ્યું હતું કે, ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક સુરક્ષિત ન કરી શકવા બદલ મારા જિલ્લા કેડરની દિલથી માફી માગું છું. હું તમારી નિરાશાની સહભાગી છું. સાથે મળીને પુનઃસંગઠિત થઈને આપણે કોંગ્રેસને મજબૂત કરીશું. આપણે અહમદ પટેલના 45 વર્ષના વારસાને વ્યર્થ નહીં જવા દઈએ.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શનિવારે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત, દિલ્હી સહિત 5 રાજ્યોમાં ગઠબંધનમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં મળેલી પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી તરફથી ડૉ સંદિપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ અને કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દિપક બાબરિયા અને અરવિંદ લવલી હાજર રહ્યા હતા.

જે રાજ્યોમાં કોંગ્રેસ અને AAP વચ્ચે જે સમજુતી થઇ છે તેમાં દિલ્હીની 7 લોકસભા બેઠકમાંથી 4 પર AAP અને 3 બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતની 26 બેઠકોમાંથી 24 પર કોંગ્રેસ લડશે અને ભરૂચ અને ભાવનગરની 2 બેઠકો આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે.

ચંદીગઢ અને ગોવામાં કોંગ્રેસ એકલા હાથે લડશે, પંજાબની બધી 13 સીટો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખશે અને હરિયાણામાં 9 બેઠકો પર કોંગ્રેસ અને 1 પર AAP લડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp