સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા માર્કેટિંગ ટુલ્સ ફોર MSMEs પર સેમિનાર

PC: Khabarchhe.com

સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ - SGPC, જે ભારત સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ સાથે સંકળાયેલ છે. દક્ષિણ ગુજરાતમાં પ્રોડક્ટિવિટીના ગ્રોથ માટે સતત 65 વર્ષથી કાર્યરત છે.

આજના કટર સ્પર્ધાત્મક વાતાવરણમાં માર્કેટિંગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. માર્કેટિંગ દ્વારા એક ધંધાદારી યુનિટ પોતાના ઉત્પાદનને બીજાથી વિશિષ્ટ બતાવી શકે છે. ગ્રાહકોને પોતાને બીજાથી અલગ બતાવવા ઉપરાંત ગ્રાહકો સાથે નો મજબૂત સંબંધ બાંધવો કે પોતાના ઉત્પાદન માટે એક ખાસ ગ્રાહક વર્ગ તૈયાર કરવાથી લઈને અનેક પાસાઓને માર્કેટિંગ દ્વારા આવરી શકાય છે. આમ આજના સાંપ્રત સમયમાં માર્કેટિંગના વધતા પ્રભાવને વ્યવસ્થિત રીતે જાણી શકાય તેના અલગ અલગ પાસાઓ વિશે સમજ કેળવી શકાય તે માટે SGPC દ્વારા ખાસ માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝીસ (ધંધાદારીઓ) માટે "માર્કેટિંગ ટુલ્સ ફોર MSMEs" વિષય પર ખાસ સેમિનારનું આયોજન તારીખ 7મી જૂન 2024 ના સાંજે 5.૦૦ થી 7.૦૦ દરમિયાન, સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે કરવામાં આવ્યું છે.

સેમિનારના મુખ્ય વક્તા ડોક્ટર રેણુકા ગર્ગ છે. ડોક્ટર રેણુકા ગર્ગ એ મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડિગ્રી અને પીએચડી મેળવેલ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટના હેડ રહી ચૂક્યા છે, અને ડીન, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ તરીકે પણ સેવા આપી છે. એમના બાહોશ માર્ગદર્શન હેઠળ 23 લોકોએ પીએચડી મેળવેલ છે અને 11 જણાએ એમફિલ ડિગ્રી પ્રાપ્ત કરી છે. આમ તેમની પાસે મેનેજમેન્ટના રિસર્ચર અને ટીચર તરીકેનો 30 વર્ષનો બહોળો અનુભવ છે. આવા માનદ, વિદ્વાન વ્યક્તિ પાસેથી માર્કેટિંગ ને લગતા અલગ અલગ પાસાઓ પર છણાવટ એક અવિસ્મરણીય અનુભવ રહેશે. આ સેમિનારમાં ભાગ લેવા દરેક ધંધાદારી વ્યક્તિને આમંત્રણ છે.
                                                                                                                                                                               -ભદ્રેશ શાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp