ગેરકાયદેસર બાંધકામ બચાવવા મંદિર નિર્માણ કરી PM મોદી-યોગીને દ્વારપાળ બનાવી દીધા

PC: vrlivegujarat.com

અંકલેશ્વર જિલ્લામાં એક વ્યક્તિએ પોતાના ગેરકાયદેસર નિર્માણને ધ્વસ્ત થતા બચાવવા માટે એક મંદિરનું નિર્માણ કરાવી દીધું. ભરૂચ અંકલેશ્વર શહેરી વિસ્તાર ઓથોરિટી (BAUDA) આ ગેરકાયદેસર નિર્માણ પર કાર્યવાહી કરવાની હતી. મોહનલાલ ગુપ્તાએ કથિત રૂપે ગયા વર્ષે ખરીદેલી ઇમારતમાં એક વધારાના માળનું નિર્માણ કરાવ્યું હતું. આ ઇમારત પર ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓને એક સાથે રાખીને મંદિર બનાવ્યું છે. એ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે હળતી મળતી મૂર્તિઓ મંદિર બહાર સુરક્ષા ગાર્ડ તરીકે સ્થાપિત કરી દીધી.

શું છે આખી કહાની?

અંકલેશ્વરના ગડખોલ ગામમાં જનતાનગર સોસાયટીમાં રહેતા મનસુખ રખાસિયાએ ગેરકાયદેસર નિર્માણની ફરિયાદ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ અધિકારી ઇમારતનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. આ બધુ જોતા મોહન લાલ ગુપ્તાએ છત પર મંદિરનું નિર્માણ કરાવી દીધું. આ બાબતે તાજી ફરિયાદો બાદ અધિકારીઓએ મંગળવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને જોયું તો જે માળ પર મંદિર બનાવવામાં આવ્યું હતું, એ કોઈ જાણકારી વિના બનાવવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર હતો.

ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ ઓથોરિટીએ હવે મોહન લાલ ગુપ્તાને જરૂરી દસ્તાવેજ જમા કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. મોહન લાલ ગુપ્તા મુજબ જિતેન્દ્ર ઓઝા જેમની પાસે તેમણે ગયા વર્ષે સંપત્તિ ખરીદી હતી, તેને વર્ષ 2012માં ગડખોલ ગ્રામ પંચાયત પાસે નિર્માણની મંજૂરી મળવા અગાઉ જ લઈ લીધી હતી. ગુપ્તાએ આરોપ લગાવ્યો કે, કેટલાક નફરત ફેલાવનારા લોકોએ આ ફરિયાદ કરી છે. મેં કેટલાક હિસ્સાને ધ્વસ્ત કરીને સંપત્તિમાં બદલાવ કર્યા છે. કેટલાક લોકો છે જે મારાથી જેલસી અનુભવે છે અને ઢાંચો પાડવાની ધમકી આપી રહ્યા છે.

મોહન લાલે કહ્યું કે, તેમણે મારી પાસે પૈસાઓની પણ માગ કરી છે. તેઓ અમારી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીથી દૂર એક આવાસીય સોસાયટીમાં રહે છે. 11 જુલાઇ 2023ના રોજ નોંધાયેલી પહેલી ફરિયાદ મુજબ ગામની 3 રેસિડેન્સિયલ સોસાયટીઓમાં ગુપ્તા સહિત કેટલાક અન્ય નિર્માણને ગેરકાયદેસર નિર્માણ બનાવમાં આવ્યા હતા. રિદ્ધિ સિદ્ધિ આવાસીય સોસાયટીમાં ગુપ્તાની 2 માલની ઇમારત સિવાય એક અરુણોદયનગર સોસાયટીમાં રામજીકુમાર મૌર્ય દ્વારા નિર્મિત અને બીજી નીરવકુંજ સોસાયટીમાં રવિ વિશ્વકર્મા દ્વારા નિર્મિત ઇમારતો છે. ગુપ્તાની બે માળની ઈમારત સિવાય વધુ બે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp