સુરત ભાજપના કોર્પોરેટરને ફુડ પોઇઝનિંગ કે પછી...

PC: twitter.com

સુરત ભાજપના કોર્પોરેટર અને પૂઈવ શાસક પક્ષના નેતાને શનિવારે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેને કારણે ભાજપના નેતાઓ ચિંતામાં મુકાઇ ગયા હતા. શનિવારે નેતાઓ અને કાર્યકરો હોસ્પિટલ દોડી ગયા હતા.

સુરતના ડિંડોલી વિસ્તારના કોર્પોરેટર અને પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતને શનિવારે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપ નેતાઓએ કહ્યું કે ફુડ પોઇઝનિંગને કારણે તેમને દાખલ કરાયા અને તેમની તબિયત સુધારા પર છે.

જો કે દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જણાવાયું છે કે આ ભાજપ નેતાએ ઘર કંકાસથી કંટાળીને અનાજમાં નાંખવાની ગોળી ખાઇ લીધી હતી.

અમિતસિંહ રાજપૂત તાજેતરમાં વિવાદમાં પણ આવ્યા હતા. ગોડાદરા વિસ્તારના એક બિલ્ડરની ઓફિસમાં ભાજપ નેતાએ જબરદસ્તીથી ચેક લખાવી લીધાની ફરિયાદ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp