મિતુલ ત્રિવેદીના દાવાઓનો ફૂગ્ગો પોલીસે ફોડી નાંખ્યો, ગુનો નોંધી કરી ધરપકડ

PC: opindia.com

પોતાને વૈજ્ઞાનિક હોવાનો, દેશની પ્રતિષ્ઠિત સંસ્થા ISRO સાથે જોડાયેલા હોવાનો અને ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવવાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદીના બધા દાવાની પોલીસે હવા કાઢી નાંખી છે. મિતુલ ત્રિવેદી સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને અટકાત કરી છે.ચોંકાવનારી એ વાત પણ સામે આવી છે કે મિતુલે ISROનો ખોટો બનાવટી નિમણુંક પણ રજૂ કર્યો હતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે ગૌરક્ષા મંચના કાર્યકર ધર્મેન્દ્ર ગામીએ પોલીસમાં મિતુલ ત્રિવેદી સામે ફરિયાદ કરી હતી. પોલીસે આ બાબતે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, મિતુલ ત્રિવેદી ચંદ્રયાન-3ના મિશનમાં કોઇ પણ રીતે જોડાયેલો નહોતો. એટલું જ નહીં આ મિશનમાં કોઇ પણ રીતે જોડાયેલો ન હોવા છતા મિતુલે માત્ર વાહ વાહી મેળવવા માટે ISROની એપોઇન્ટમેન્ટ હોય તેવો બનાવટી પત્ર પણ જાતે જ બનાવ્યો હતો.

પોલીસે કહ્યું કે, મિતુલે Mercury For Spaceના સ્પેસ રિસર્ચ મેમ્બરની નિમણુંક અંગેનો પણ બનાવટી પત્ર પણ ખોટો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મિતુલે ભારત સરકારની અવકાશી સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચે મિતુલ ત્રિવેદી સામે IPC 419, 465,468,471 મુજબ ગુનો નોંઘવામાં આવ્યો છે. આ કેસની તપાસ SOGને સોંપવામાં આવી છે.

મિતુલ ત્રિવેદી વર્ષોથી સુરતનો રહેવાસી છે અને પોતે ચાર્ટડ એકાઉન્ટ થયા પછી અવકાશ વિજ્ઞાનમાં રસ હોવાને કારણે C Aનો બિઝનેસ છોડી દીધો હોવાનો હમેંશા દાવો કરતો હતો. સ્પેસ વિજ્ઞાન વિશે તેને સારું જ્ઞાન હોવાને કારણે તે ઘણી જગ્યાએ લેક્ચર પણ આપવા જતો અને સ્થાનિક વ્યક્તિ હોવાને કારણે મીડિયાને પણ ક્યારેય શંકો નહોતી ગઇ કે મિતુલ ત્રિવેદી આટલી મોટી છેતરપિંડી કરી રહ્યો છે.

ચંદ્રયાન-3 જ્યારે 23 ઓગસ્ટે દક્ષિણ પોલમાં સફળ રીતે લેન્ડિંગ થયું પછી મિતુલ ત્રિવેદીએ મીડિયામાં દાવો કર્યો હતો કે ચંદ્રયાન-3ની ડિઝાઇન મે બનાવી હતી.

મીડિયામાં જ્યારે મિતુલ ત્રિવેદીના દાવા વિશે હોબાળો મચી ગયો હતો ત્યારે તેણે કહ્યું હતું કે હું સાંજ સુધીમાં પોલીસને બધા પુરાવા રજૂ કરીશ, પરંતુ તે પુરાવા રજૂ કરી શક્યો નહોતો.

જાણવા મળેલી માહિતી પ્રમાણે પોલીસે મિતુલના દાવા વિશે ISRO પાસે માહિતી માંગી હતી, પરંતુ ISROએ કહ્યું હતું કે આવો કોઇ માણસ સીધી કે આડકતરી રીતે અમારી સાથે જોડાયેલો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp