સુરતને પહેલીવાર મળ્યું 7 સ્ટાર રેટીંગ, જાણો, શેમાં?

PC: gujaratmitra.in

સુરતને એક જમાનામાં ગંદા ગોબરા શહેર તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતુ એસ.આર. રાવ અને એસ. જગદીશન સુરતને એવા પાલિકા કમિશ્નર મળ્યા હતા, જેમણે સુરતની આખી કાયાપલટ કરી નાંખી હતી. ત્યારથી સુરત મધ્ય પ્રદેશના ઇંદોર સાથે સ્વચ્છતાની બાબતમાં ર્સ્પધા કરી રહ્યું છે.

સુરત મહાનગર પાલિકાને ગાર્બેજ ફ્રી સિટીની કેટેગરીમાં પહેલીવાર 7 સ્ટાર રેટિંગ મળ્યું છે. ઇંદોર છેલ્લા 2 વર્ષથી ગાર્બેજ ફ્રિ સિટીમાં 7 સ્ટાર રેટિંગ મેળવતું હતું, પરંતુ આ વખતે સુરત ઇંદોરની સમકક્ષ બની ગયું છે.

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન એફેર્સ દર વર્ષે સ્વચ્છ ભારત મિશનનું આયોજન કરે છે અને તેમાં ગાર્બેજ ફ્રી માટે રેકિંગ આપે છે. 11 જાન્યુઆરી 2024ના દિવસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.

કોઇ પણ IAS ઓફિસર ધારે તો શહેરની સૂરત બદલી શકે છે. એસ. આર. રાવ અને એસ, જગદીશનને આજે પણ સુરતના લોકો યાદ કરે છે. હવે સુરત મહાનગર પાલિકાના કમિશ્નર IAS શાલિની અગ્રવાલે પણ આ બીડું ઝડપ્યું છે અને તેઓ ઓફિસમાં બેસી રહેવાને બદલે ફિલ્ડમાં અધિકારીઓની લેફ્ટરાઇટ લેતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp