પોતાના બાળકો નહોતા એટલે સુરત સ્મીમેરમાંથી ચોરી કરી લીધું, પોલીસે આ રીતે શોધ્યું

PC: navbharattimes.indiatimes.com

સુરતની એક ખાનગી હૉસ્પિટલમાં 4 વર્ષના બાળકના અપહરણ થવાની ઘટના પર હાહાકાર મચી ગયો હતો. હૉસ્પિટલ પ્રશાસનને જેવી જ બાળક ગુમ થવાની ફરિયાદ મળી, તેવી જ તેની શોધખોળ શરૂ થઈ ગઈ. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે હૉસ્પિટલ સહિત 75 CCTV કેમેરાઓની ફૂટેજ શોધવી પડી. હૉસ્પિટલના CCTV કેમેરાઓમાં મહિલા બાળકને ખોળામાં લઈ જતી નજરે પડી. ત્યારબાદ પોલીસે આગળની કડીઓ જોડી અને પછી સાવધાની દેખાડતા CCTV કેમેરાઓની ફૂટેજની મદદથી ગણતરીના કલાકોમાં જ માસૂમ છોકરાના અપહરણના કેસનો ઉકેલ લાવી દીધો.

પોલીસે બાળકને અપહરણ કરનાર દંપતીની ધરપકડ કરી લીધી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, મહિલા નિઃસંતાન હતી, એટલે તેણે છોકરાની ચોરી કરી. સુરતની સ્મીમેર હૉસ્પિટલમાં મહિલા પોતાના 4 વર્ષના બાળક સાથે પહોંચી હતી. મહિલા પોતાના નવજાત બાળક સાથે ગાયનેક વોર્ડમાં હતી. બીજું બાળક બહાર વોર્ડમાં ઉપસ્થિત હતું. આ દરમિયાન ગુલાબી સાડી પહેરેલી એક મહિલાએ વોર્ડમાં ફરી રહેલી છોકરાને ખોળામાં લઈને તેનું અપહરણ કરી લીધું. છોકરાનું અપહરણ કર્યા બાદ મહિલા એક ઓટો લઈને ઘટનાસ્થળ પરથી ભાગી ગઈ.

થોડી મિનિટો બાદ તેણે અર્ચના પુલ બાદ બીજી રિક્ષા લઈ લીધી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ નિરીક્ષક લલીત વાગડિયાએ જણાવ્યું કે, CCTV ફૂટેજે ઓટોની ઓળખ કરવાનું સરળ કરી દીધું હતું, પરંતુ જ્યારે મહિલાએ ઓટો બદલી તો અમારા માટે બીજી રિક્ષાને ઓળખવાનો પડકાર હતો, જેને લઈને તે પોતાના ઘરે ગઈ હતી. 75 CCTV કેમેરાઓની તપાસ કર્યા બાદ પણ અમે એ વાતને લઈને અસમંજસમાં હતા કે તેણે જે ઓટો લીધી હતી, તેનો નંબર AU, AZ કે AV સીરિઝમાં હતા. તેમણે કહ્યું કે, તેમણે બધા સંભવિત ઓટો નંબરો અને તેમના ડ્રાઇવરોની તપાસ કરી. અંતે માત્ર 4 ઓટો બચી.

તેમાંથી પછી એક ઓટો પર ફોકસ કર્યું અને અંતે એ ઓટો ડ્રાઈવર પાસે અમને જાણકારી મળી. તેણે જણાવેલી જગ્યા પર મકાન શોધ્યા. ત્યારબાદ સફળતા મળી. વરાછા પોલીસ ઇન્સ્પેકટ્ર એ.એન. ગબાનીએ કહ્યું કે, જ્યારે પોલીસે દંપતીના ફોનની તપાસ કરી તો તેમને કેટલીક તસવીર મળી, જેમાં જાણકારી મળી કે તેમણે કેવી રીતે બાળકનું ઘરમાં સ્વાગત કર્યું હતું અને પૂજા પણ કરી હતી. 4 વર્ષના બાળકને ચોરનાર દંપતિની ઓળખ સીમા પ્રજાપતિ (ઉંમર 45 વર્ષ) અને તેના પતિ શંકર પ્રજાપતિ (ઉંમર 48 વર્ષ)ના રૂપમાં થઈ છે. બંનેએ પૂછપરછમાં જણાવ્યું કે, લગ્નના 20 વર્ષ બાદ પણ બંને નિઃસંતાન છે, એટલે બાળકનું અપહરણ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp