સુરતના બ્રેઈન ડેડ આદિત્યાના અંગદાનથી 3 લોકોને મળ્યું નવજીવન

PC: twitter.com

દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે. સચિન ખાતે રહેતા 45 વર્ષીય બ્રેઈનડેડ યુવાન આદિત્યા કુર્મીના બે કિડની અને લીવરના દાન થકી ત્રણ વ્યકિતઓને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેરના સચિનની સાંઈનાથ સોસાયટી, કનકપુર ખાતે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના વતની 45 વર્ષીય આદિત્યા કુર્મીને તા.26 ઓકટોબરના રોજ બપોરે ઘર માટે સામાન લેવા બાઈક પર જતા હતા ત્યારે બાઈક પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તત્કાલ બેભાન અવસ્થામાં 108 એમ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેક દિવસની સારવાર બાદ તા.29મી ઓકટોબરે સાંજે આર.એમ.ઓ. ડૉ. કેતન નાયક, ડો. નિલેશ કાછડિયા, ડૉ.જય પટેલ તથા ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

તેમના પત્નિ ગુડ્ડી દેવી તથા બે ભાઈઓને ડૉ. કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નર્સીગ કાઉન્સીલના ઇકબાલ કડિવાલા અને નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી પરિવારજનોએ અંગદાનની સમંતિ આપતા અંગો સ્વીકારાયા હતા. આજે 2 કિડની અને લીવર એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આમ કુર્મી પરિવારના બ્રેઈનેડેડ આદિત્યા કુર્મીના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. સ્વ. આદિત્યા કુર્મીને 1 પુત્રી ખુશી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp