રામ મંદિર માટે સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈએ આટલા કરોડનું દાન આપેલું

PC: twitter.com

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાનો છે અને તેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આમંત્રણ પત્રિકાઓ પણ મોકલવામાં આવી રહી છે. દુનિયાની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામ ક્રિષ્ણા એક્સ્પોર્ટ્સ પ્રા. લિં. (SRK)ના માલિક ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. તેમને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ મળ્યું છે.Khabarchhe.Com એ ગોવિંદ ધોળકિયા સાથે ફોન પર વાત કરી હતી તો તેમણે કહ્યું કે, હા, આમંત્રણ મને મળી ગયું છે અને મને અયોધ્યા જવા માટે અનહદ ખુશી છે.

ગોવિંદ ધોળકીયા ડાયમંડ કિંગ તરીકે જાણીતા છે અને લોકો તેમને ગોવિંદ કાકા અથવા ગોવિંદ ભગતના હુલામણા નામથી પણ બોલાવે છે. તેઓ દાનવીર તરીકે પણ જાણીતા છે. ગોવિંદ ધોળકીયા ડાંગમાં 311 હનુમાન મંદિર બનાવી રહ્યા છે.

ગોવિંદભાઇ ઉપરાંત 1 કરોડ રૂપિયાનું દાન આપનાર લવજી બાદશાહને પણ અયોધ્યા જવાનું આમંત્રણ મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp