સારવારનો ક્લેઇમ વીમા કંપનીએ નકાર્યો, કોર્ટે 8 ટકા વ્યાજ સાથે અપાવ્યો
કેસની વિગત મુજબ પંકજભાઇ દેસાઇના પ્રાધ્યાપક પત્ની સ્મુતિબેન દેસાઇને કમરમાં દુખાવાની સારવાર સંબંધિત ક્લેઇમ નામંજૂર કરવાનું વિમાકંપનીને ભારે પડ્યું છે. ક્લેઇમની રકમ 8 ટકા વ્યાજ સાથે ચુકવી આપવાનો વિમા કંપનીને હુકમ કર્યો છે.
સ્મુતિબેન પંકજભાઇ દેસાઇએ એડવોકેટ શ્રેયસ દેસાઇ, પ્રાચી દેસાઇ અને ઇશાન દેસાઇ મારફત ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ લિમિટેડ વિરુધ જિલ્લા કમિશનમાં દાખલ કરેલ ફરિયાદ મુજબ વીમાકંપનીનો 2,00,000 નો મેડિક્લેઇમ વીમો ધરાવતા હતા.
ફરિયાદીને કમરમાં દુખાવો અને ચાલવામાં તકલીફ જણાતા સુરત ખાતે જરૂરી રીપોર્ટ કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલાઇઝેશન, સર્જરી, મેડીકલ ટ્રીટમેન્ટ, જુદા-જુદા ટેસ્ટ, દવાઓ અને ઇન્જેક્શન વગેરે માટે ફરિયાદીને કુલ ખર્ચ 1,63,850 થયો હતો.
વીમા કંપની સમક્ષ ક્લેઇમ કરતા ક્લેઇમ નામંજૂર કરાયો હતો. ત્યારબાદ ફરિયાદે તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇએ ગ્રાહક અદાલત સમક્ષ દલીલ કરી હતી. ગ્રાહક કમિશનના પ્રમુખ ન્યાયધીશ પી.પી.મેખીયા તથા સભ્ય તિર્થેશ મહેતાએ ફરિયાદીનો ક્લેઇમ મંજૂર કરી ક્લેઇમના 1,63,580 ફરિયાદીની તારીખથી 8 ટકા વ્યાજ સાથે ચુકવી આપવાનો વિમાકંપનીને હુકમ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp