પુરેપુરો મોતિયાના ઓપરેશનનો ખર્ચ વીમા કંપનીએ ન ચુકવતા કોર્ટે વ્યાજ સહિત અપાવ્યો

PC: up.punjabkesari.in

ફરિયાદી ગ્રાહક કિરીટકુમાર રતિલાલ શાહ કે જેઓ સુરતના અડાજણ ખાતે રહેતા હતા. તેઓએ તેમનો અને તેમના કુટુંબનો વીમો PNB-Oriental Mediclaim Policy-2017 Grop Health Ins. Product નામની પોલીસી લીધી હતી. જેનો કુલ ઇન્સ્યુરન્સ 5 લાખ હતું. આ દરમિયાન કિરીટભાઇના પત્ની નંદની શાહને જમણી આંખમાં તકલીફ થતા તેઓનું મોતિયાનું ઓપરેશન રાંદેરની એક હોસ્પિટલમાં કરાવ્યું હતું. આ સારવારનો કુલ ખર્ચ 47, 837 થયો હતો. જે તમામ પેપર્સ ફરીયાદીએ વિમા કંપનીમાં જમા કરાવ્યા હતા. જેથી વીમા કંપનીએ 24 હજાર મંજુર કર્યા હતા.

જેથી કિરીટભાઇ તથા તેમના પત્નીએ વિમા કંપની વિરુધ તેમના વકીલ એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી તથા બેલા ગીરનારા મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. દલીલો બાદ ગ્રાહક તકરાર નિવારણ કમીશનના આર.એલ.ઠક્કર દ્વારા ફરિયાદીની બાકીની જે રકમ હતી તે 23, 837 રૂપિયા તે 9 ટકા વ્યાજ સાથે ચુકવવી આપવા હુકમ કર્યો હતો.

ફરિયાદી તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી તથા બેલા ગીરનારાએ દલીલો કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp