સુરતની સંસ્થાએ દુબઈમાં યોજ્યો એન્ગેજમેન્ટ મેગા સેમિનાર

PC: Khabarchhe.com

લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન - સુરત છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સેવા પ્રવૃત્તિ કરી રહી છે હાલના સમયમાં દીકરા દિકરીના સગપણ વેવિશાળ અને લગ્ન જેવા અઘરા અને ચિંતા યુક્ત સામાજીક કાર્યને સેવાના ભાવથી નવી પદ્ધતિસર સહેલું સરળ તેમજ એકદમ ચિંતાથી મુક્ત કરવા છેલ્લા પાંચ વર્ષથી સફળતા પૂર્વક ચાલી રહેલી દીકરી દત્તક યોજના એટલે કે સગાઈ અને લગ્નની નવી પદ્ધતિ ગુજરાતમાં સારી રીતે ચાલી રહી છે અને વિશ્વના અનેક દેશોમાં પણ સુરતથી કાર્ય થઈ રહ્યું છે. લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન સુરતની સંસ્થાએ વિશ્વમાં સૌ પ્રથમ વાર દુબઈમાં કર્યો એંગેજમેન્ટ મેગા સેમિનાર તા - 27/2/24 મંગળવાર સાંજે 5.30 કલાક અલ ખૂરી સ્કાય ગાર્ડન હોટેલ દુબઈ ( Al Khoory Sky Garden Hotel Dubai ) ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દુબઈમાં રહેતા ગુજરાતી દિકરા દિકરીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

આગામી સમયમાં દુબઈમાં 51 સગાઈ અને લગ્ન કરવા માટેનો સંકલ્પ લીધો છે જે ટૂંક સમયમાં પૂરો સાકાર પણ થશે. દુબઈ પોલીસ દ્વારા વિશેષ એવોર્ડ એનાયત કરી સંસ્થાને સન્માનીત કરવામાં આવી હતી તેથી સંસ્થાના આ વિશ્વવ્યાપી શુભારંભથી જ વિદેશોમાં પણ સંસ્થાના સેવાકાર્યને પ્રોત્સાહન મળી રહ્યું છે. સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઇટાલિયા અને ઉપપ્રમુખ નીતાબેન નારિયાએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં અમો યુ.કે. ખાતે સેમીનાર કરવા જઈ રહ્યાં છીએ ગર્વની લાગણી અનુભવીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp