ભરણપોષણની થયેલી અરજી અંગે સુરત ફેમીલી કોર્ટે મહત્ત્વ પૂર્ણ વાત કરી

PC: timesnownews.com

સરોલી, ઓલપાડ ખાતે રહેતા રીમાબેન સંતોષભાઈ પટેલે ઓલપાડ ખાતે રહેતા સંતોષ પટેલ (પક્ષકારોના નામ બદલેલ છે) વિરૂધ્ધ સુરત ફેમીલી કોર્ટમાં ભરણપોષણ મેળવવાની અરજી કરેલી. પક્ષકારોનાં લગ્ન સને-2014મા સુરત મુકામે થયેલા અને ત્યારબાદ અરજદાર પત્ની સામાવાળા પતિના ઓલપાડ ખાતે સાસરાનાં મુકામે રહેવા ગયા હતા.

લગ્નજીવન થકી અરજદારને સામાવાળા થકી એક બાળકી જેની ઉ.આ.વ.- 7 વર્ષ છે જેનો જન્મ થયેલો. ત્યારબાદ પારિવારિક તકરારો શરૂ થયેલી, ન જેવી બાબતોને મોટું સ્વરૂપ આપવામાં આવતું. જેથી પક્ષકારો વચ્ચે મતભેદો વધવા પામેલા. જેથી પત્નીએ ઓલપાડ ખાતે ઘરેલું હિંસાનો કેસ દાખલ કરેલો અને સુરત ફેમીલી કોર્ટમાં ભરણપોષણ મેળવવાની અરજી કરેલી.

જેમાં સામાવાળા પતિને નોટીસ મળતા વકીલ પ્રીતિ જિજ્ઞેષ જોષી સાથે કોર્ટમાં હાજર થઈ બચાવ કરેલો. જેમાં પત્નીએ 2021માં સુરત ફેમીલી કોર્ટમાં કરેલ ભરણપોષણની અરજીને ક્રીમીનલ પ્રોસીજર કોડની ક્લમ 126(1) અન્વયે હકુમતનો બાધ નડે છે. તેવી અરજી કરી અરજદાર પત્નીની અરજી ચાલવાપાત્ર નથી તે કાઢી નાંખવાની માંગણી કરેલી. વધુમાં લેખિત દલીલ કરી રજુઆત કરેલી કે ભરણપોષણની અરજી બેન જયાં રહેતી હોય ત્યાં, સામાવાળા જયાં રહેતા હોય ત્યાં અથવા છેલ્લે બંને પક્ષકારોએ જયાં લગ્નજીવન ગુજાર્યુ હોય ત્યાંની કોર્ટને ચલાવવાની હકુમત છે.

દલીલ ધ્યાને લઈને સુરત ફેમીલી કોર્ટના જજ આર.આર.ભટ્ટે સામાવાળા પતિ તર્ફે થયેલી રજુઆતને ધ્યાને લઈને પતિની અરજીની માંગણી મંજુર કરતો હુકમ કરેલો અને અરજદાર પત્નીને ભરણપોષણની અરજી યોગ્ય હકુમત ધરાવતી કોર્ટમાં રજુ નિયત સમયમાં કરવા પરત સોંપવાનો હુકમ કરેલો. સામાવાળા તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેષ જોષી અને તૃપ્તિ ઠકકરે રજુઆત કરેલી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp