વરાછામાં ભવ્ય લોક ડાયરો, ગીતા રબારી, આર્યન ભગત હાજર રહેશે

PC: images.bhaskarassets.com

પ્રાણદાતા ફાઉન્ડેશન દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન તા. 23-12-2023, શનિવારે કરાયું છે. આ પ્રસંગે કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી તેમજ કષ્ટભંજન હનુમાન સાળંગપુરના આર્યન ભગત, યુવા સંત હાજર રહેશે.

આત્મહત્યા એ કોઇ રસ્તો નથી, આત્મહત્યા રોકવા માટે લોકોમાં જાગૃતિ લાવવા તથા એવા તમામ લોકો જેમણે આવા ખોટા વિચાર આવતા હોય એમના રહેવા તથા વિનામૂલ્યે ઇલાજ કરી શકાય એવા આશ્રમ નિર્માણના હેતુથી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક ડાયરાનું આયોજન માતૃશ્રી પાર્ટી પ્લોટ, પનવેલ પોઇન્ટની પાછળ, મોટા વરાછા, સુરત ખાતે કરાયું છે.

જેમાં મુખ્ય અતિથી તરીકે સી.આર.પાટીલ, પ્રદેશ અધ્યક્ષ ભાજપ, સાસંદ, હર્ષ સંઘવી, ગુજરાત રાજ્ય ગૃહમંત્રી, નિરંજન ઝાંઝમેરા, સુરત શહેર ભાજપ પ્રમુખ, રાજન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન. હાજર રહેશે. આ આયોજનના નિમંત્રક કિરણ ચોક્સી, સમીર ચોક્સી, અશ્વિન સાંવલ જ્યારે સંયોજક કેતન રાજાવાળા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp