વાઇબ્રન્ટ ગુજરાતને કારણે વિરલ દેસાઇ પર્યાવરણવાદી બન્યા,4 લાખ વૃક્ષો વાવ્યા

PC: khabarchhe.com

(RAJESH SHAH) ગ્રીનમેન ઓફ ગુજરાત તરીકે જાણીતા વિરલ દેસાઇ (VIRAL DESAI)ની જિંદગી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કારણે આખી બદલાઇ ગઇ અને તેઓ પર્યાવરણવાદી બની ગયા. આજે વિરલ દેસાઇએ 4 લાખથી વધારે વૃક્ષો વાવીને પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં પણ મોટો ફાળો આપી રહ્યા છે.

આજકાલ વાઈબ્રન્ટ ગુજરાત સમીટ અત્યંત ટ્રેન્ડિંગમાં છે. આખા વિશ્વની નજર વાઈબ્રન્ટ સમીટ પર મંડાયેલી છે. આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રેઈન ચાઈલ્ડ કહી શકાય એવી આ સમીટની એક આગવી ગ્લોબલ ઈમ્પેક્ટ છે. વાઈબ્રન્ટ ગુજરાત સમીટે પાછલા વીસ વર્ષોમાં ગુજરાતની કાયાપલટ કરી નાંખી છે. આ સમીટના માધ્યમથી ગુજરાતનો ડેવલોપમેન્ટ ગ્રોથ ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ અત્યંત ઊંચો ગયો છે. તો દેશને 'ગુજરાત મોડેલ' પણ આ સમીટના માધ્યમથી જ મળ્યું છે. આ સમીટની ગુજરાત અને હવે તો દેશના લોકોના લોકો પર અનન્ય ઈમ્પેક્ટ રહી છે, જેને કારણે ગુજરાતના લોકોમાં અને એન્ત્રપેનર્સમાં વાઈબ્રન્ટ ગુજરાત સમીટ બાબતે અત્યંત ગર્વ રહ્યો છે. 

જોકે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ કોઈકના જીવન માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હોય એવો કિસ્સો ક્યાંય જોવા નહીં મળ્યો હોય. એ કિસ્સો છે સુરતના આંત્રપ્રિન્યોર અને એનવાર્યમેન્ટલિસ્ટ વિરલ દેસાઈનો, જેમના જીવનમાં વાઈબ્રન્ટ સમીટનું અત્યંત મહત્ત્વ રહ્યું છે. કારણ કે વાઈબ્રન્ટ સમીટને કારણે તેમને જીવનમાં લક્ષ્ય મળ્યું છે, જે લક્ષ્યને આધારે તેમણે પર્યાવરણના ક્ષેત્રમાં અનન્ય કાર્ય કરીને ચાર લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. 

એ સમય હતો વર્ષ ૨૦૧૧નો જ્યારે પહેલી વખત વિરલ દેસાઈ (VIRAL DESAI)ને એક આંત્રપ્રિન્યોર તરીકે વાઈબ્રન્ટ સમીટમાં ક્વોલિટી એન્ડ એનવાર્યમેન્ટ પ્રોટેક્શન એવોર્ડ એનાયત થયો હતો. આ એવોર્ડ એનાયત થયેલો ત્યારે વિરલ દેસાઈની ઉંમર માત્ર એકત્રીસ વર્ષની હતી. વળી, તેઓ ફર્સ્ટ જનરેશન ટેક્સટાઈલ ઉદ્યોગકાર હતા. એ કારણે ટેક્સટાઈલના ક્ષેત્રમાં કે ઈવન બિઝનેસના ક્ષેત્રમાં તેમના કોઈ ફાધર કે ગોડફાધર નહોતા! 

વિરલ દેસાઈએ તો બસ બીકોમ, એમએ, એમબીએ થઈને તેમનો બિઝનેસ શરૂ કર્યો હતો અને સરકારના ધારાધોરણ મુજબ પોતાના ટેક્સટાઈલ બિઝનેસમાં ધીમેધીમે પ્રગતિ કરી રહ્યા હતા. આ દરમિયાન વર્ષ ૨૦૦૯માં એક દિવસ તેમને ગુજરાત સરકાર તરફથી જાણ થાય છે કે તેમને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પહોંચવાનું છે અને તેમણે નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ સ્વીકારવાનો છે!

એકત્રીસ વર્ષના યુવાન તરીકે એ સમયે વિરલ દેસાઈને અમુક બિઝનેસ પ્રોટોકોલ્સ કે એટિકેટ્સની પણ જાણ નહોતી. કારણ કે તે બિઝનેસમાં સાવ નવા હતા અને કામ શીખી રહ્યા હતા. એવામાં વાઈબ્રન્ટ સમીટ જેવા ગ્લોબલ મંચ પર કઈ રીતે જવું અને ત્યાં એન્ટ્રી કઈ રીતે લેવી એ વિશે પણ તેઓ અત્યંત ચિંતામાં હતા. જોકે તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેમના આશ્ચર્યનું પાર ન રહ્યું કારણ કે તેમને રતન ટાટા, મુકેશ અંબાણી કે અઝીમ પ્રેમજી જેવા દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓ પછી સ્થાન મળ્યું હતું!

અને જ્યારે તેમનું નામ એનાઉન્સ થયું અને તેઓ નરેન્દ્ર મોદી પાસે એવોર્ડ સ્વીકારવા ગયા ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. કે એક યંગ એસએમઈ હોલ્ડરને જો કોઈ પણ ઓળખાણ વિના આવા ગ્લોબલ મંચ પર સ્થાન મળતું હોય તેમજ જો નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર દ્વારા આવું સન્માન થતું હોય તો હવે તેમણે પણ સમાજને કશુંક આપવું છે. આખરે સમાજને વળતર ચૂકવવું એ કોઈ પણ એન્ત્રપેનરની જવાબદારી છે.

આ વાઈબ્રન્ટ વિશે એક મજાનો કિસ્સો શેર કરતા વિરલ દેસાઈ (VIRAL DESAI) એમ પણ કહે છે કે, 'જ્યારે હું મંચ પર એવોર્ડ લેવા ગયો ત્યારે મોદીજીએ મને હસતા હસતા કહ્યું હતું કે 'અરે તું તો અત્યંત યંગ છે... આ એવોર્ડ તને જ મળ્યો છેને?'

આ વાઈબ્રન્ટ સમીટમાં પ્રેરણા મેળવ્યા પછી વિરલ દેસાઈએ સુરતમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. જે ફાઉન્ડેશન અંતર્ગત તેમણે કેન્સર કેમ્પ્સ, એજ્યુકેશનન કામો તેમજ રોજગારીના કાર્યો કર્યા હતા. આ બધામાં તેમણે જો કોઈ ક્ષેત્રમાં મેજર યોગદાન આપ્યું હોય તો એ ક્ષેત્ર છે પર્યાવરણનું, જ્યાં તેમણે પાંચ જેટલા અર્બન ફોરેસ્ટ્સ સાથે ચાર લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. તો દેશ, એશિયા અને દુનિયાનું પહેલું ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પણ તેમણે તૈયાર કર્યું છે. આ ઉપરાંત તેમણે પોતાના ફાઉન્ડેશન અંતર્ગત 'ક્લિન ઈન્ડિયા ગ્રીન ઈન્ડિયા' તેમજ 'સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટચેન્જ' જેવી મેસીવ અવેરનેસ ડ્રાઈવ્ઝ પણ શરૂ કરી છે. 

માત્ર વાઈબ્રન્ટની જ વાત કરીએ તો વિરલ દેસાઈને ત્યાર પછી સતત ત્રણ વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં એન્વાર્યમેન્ટ પ્રોટેક્શન માટે બેસ્ટ ઈન્ડસ્ટ્રીનો એવોર્ડ એનાયત થયો હતો. એ રીતે વિરલ દેસાઈ ગુજરાતના એકમાત્ર એવા એન્ત્રપેનર પણ છે, જેમને કુલ ચાર વાઈબ્રન્ટ સમીટ દરમિયાન બેસ્ટ ઈન્ડસ્ટ્રીનો એવોર્ડ એનાયત થયો છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમીટની બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટની સક્સેસ સ્ટોરીઝ તો સ્વાભાવિક જ અનેક હોવાની. પણ આવી ગ્લોબલ સમીટ એક એન્ત્રપેનરને સોશિયલ રિસપોન્સિબિલિટી તરફ પ્રેરે એવો આ એકમાત્ર કિસ્સો છે. એક ગ્લોબલ લીડર અને એક ગ્લોબલ સમીટ આ રીતે કોઈના જીવનમાં પ્રેરણા આપે અનન્ય બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp