VIDEO: વરસાદમાં વિરામ બાદ પણ સુરતમાં સર્જાયા પૂર જેવા દૃશ્યો

PC: Khabarchhe.com

સુરતમાં ભારે વરસાદ બાદ હવે મેધરાજાએ વિરામ લીધો છે. મેઘરાજાએ વિરામ લેવાના લોકોને મોટી રાહત રાહત મળી છે પણ સુરતમાં ઘણી જગ્યાએ પૂર જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. વરસાદ પછી લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીમાં પાણી વધી જવાના કારણે લિંબાયત અને પર્વતગામમાં ખાડીનું કેમિકલવાળું ગંદુ પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યું હતું.

લિંબાયત અને પર્વતગામમાં ખાડીનું કેમિકલવાળું ફરી વળ્યાંની જાણ ફાયર વિભાગને થતા ડુંભાલ ફાયર સ્ટેશનના ફાયર અધિકારી અને તેની ટીમ લોકોને રેસ્ક્યૂ કરવા માટે લિંબાયત વિસ્તારમાં પહોંચી હતી. ફાયર ફાયટરની ટીમ દ્વારા બોટ મારફતે ગંદા પાણીમાં ફસાયેલા 52 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. ખાડીનું કેમિકલવાળું ગંદુ પાણી લિંબાયત વિસ્તારમાં આવેલા આવાસમાં વધારે પ્રમાણમાં ફરી વળ્યું હતું. આવાસમાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક લોકો પોતાના કામ ધંધે જઈ શક્યા ન હતા.

ફાયર ઓફિસર બી. કે. સોલંકીના જણાવ્યા અનુસાર લિંબાયત અને પરવત ગામ વિસ્તારમાં ખાડીમાં પાણી વધી જવાને કારણે મીઠી ખાડીનું પાણી વિસ્તારમાં ફરી વળ્યું હતું. લિંબાયત વિસ્તારમાં આવેલા ઉદ્યોગોના ગંદા પાણીના નિકાલ માટે ઉદ્યોગકારો દ્વારા વરસાદી પાણીની ગટરો ડાઈવર્ટ કરી નાખવામાં આવી છે તેના કારણે આ વિસ્તારમાં અવારનવાર ભારે વરસાદને કારણે આવી સ્થિતિ નિર્માણ પામે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp