11 ચોગ્ગા, 8 છગ્ગા... T20Iમાં સૌથી ઝડપી સદી, રોહિત શર્મા કરતા પણ ખતરનાક બેટ્સમેન

PC: jansatta.com

એવું કહેવાય છે કે વિશ્વ ક્રિકેટ જાંબાઝોથી ભરેલું છે અને અહીં રેકોર્ડ્સ બને છે જ તૂટવા માટે. જી હા, T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તુટી ગયો છે. નામિબિયાના જ્હોન નિકોલ લોફ્ટી-ઈટને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડ્યો છે. તેણે માત્ર 33 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. નેપાળમાં ત્રિકોણીય શ્રેણીની શરૂઆતની મેચ દરમિયાન તેણે આ સિદ્ધિ મેળવી હતી.

તેણે નેપાળ સામે 33 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ રીતે નેપાળના કુશલ મલ્લાનો રેકોર્ડ એક બોલ સાથે તુટી ગયો. લોફ્ટી-ઈટને તેની ઈનિંગમાં 36 બોલમાં 101 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગમાં તેણે માત્ર બાઉન્ડ્રીથી 92 રન બનાવ્યા હતા. આ T20 ઈન્ટરનેશનલમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા બાઉન્ડ્રીથી બનાવેલા સૌથી વધુ રન છે.

મલ્લાએ હાંગઝોઉ એશિયન ગેમ્સ-2023માં નેપાળ તરફથી રમતા મોંગોલિયા સામે આ સિદ્ધિ મેળવી હતી. તે મેચમાં નેપાળે 3 વિકેટે 314 રન બનાવ્યા હતા. આ એ જ મેચ હતી, જેમાં દીપેન્દ્ર સિંહ એરીએ 9 બોલમાં T20 ઈન્ટરનેશનલની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા, ડેવિડ મિલર, સુદેશ વિક્રમસેકરાએ 35-35 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જેને કુશલે તોડ્યો હતો.

જોનની મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરવા આવેલા નામિબિયાનો સ્કોર 11મી ઓવરમાં 3 વિકેટે 62 રન હતો. તે સમયે, લોફ્ટી-ઈટન બેટિંગ કરવા આવ્યો અને તેણે પ્રથમ છ બોલનો સામનો કરીને બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો અને 18 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. મલાન ક્રુગર સાથે તેણે ચોથી વિકેટ માટે 52 બોલમાં 135 રન ઉમેર્યા. આ રીતે નામિબિયા 4 વિકેટ પર 206 રન સુધી પહોંચી ગયું.

ઓપનર ક્રુગર 48 બોલમાં 59 રન બનાવીને અણનમ રહ્યો હતો, જ્યારે 33 બોલમાં સદી ફટકારનાર જ્હોનને બોહરાએ આઉટ કર્યો હતો. બીજી તરફ, લેફી-ઈટને બોલિંગમાં પણ અજાયબીઓ કરી હતી અને ત્રણ ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. નેપાળ 19મી ઓવરમાં 186 રનમાં આઉટ થઈ ગયું હતું. આ રીતે નામિબિયાએ 20 રને મેચ જીતી લીધી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, નેપાળ અને નામિબિયા સિવાય નેધરલેન્ડ પણ નેપાળ T20 ટ્રાઈ સિરીઝનો ભાગ છે. ફાઈનલ પહેલા દરેક ટીમ એકબીજા સામે 2-2 મેચ રમશે. ફાઈનલ પહેલા કુલ 6 મેચ રમાશે. 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ શ્રેણી 5 માર્ચ સુધી ચાલશે. 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી સળંગ મેચો છે. 4 માર્ચે કોઈ મેચ થશે નહીં. ફાઈનલ પહેલા એક દિવસનો વિરામ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp