યુવીના પિતા યોગરાજ સિંહ કેમ ધોનીને કરે છે નફરત? આ છે 3 કારણ
પોતાના નીડર નિવેદનોના કારણે મોટા ભાગે વિવાદોમાં રહેનારા યોગરાજ સિંહ ફરી એક વખત મીડિયાની લાઇમલાઇટમાં છે. યોગરાજ સિંહની ઓળખ પૂર્વ ભારતીય ક્રિકેટથી વધુ યુવરાજના પિતાના રૂપમાં છે. 66 વર્ષીય યોગરાજ સિંહ મહેન્દ્ર સિંહ ધોની પ્રત્યે પોતાની નફરતના કારણે જાણીતા છે. યોગરાજ સિંહે ઘણી વખત સાર્વજનિક રૂપે ધોનીની નિંદા કરી છે. ફરી એક વખત તેમને માહીને આડે હાથ છે, સાથે જ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ પ્રત્યે પણ પોતાની નારાજગી દેખાડી છે, એવામાં એક એવો પણ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં યુવરાજ સિંહ સ્વીકારે છે કે તેમના પિતાને માનસિક પરેશાની છે. પરંતુ ખેર ચાલો જાણીએ આખરે ધોની પ્રત્યે યોગરજ સિંહને સૂગ કેમ છે.
માને છે યુવીના કરિયરનો ડિસ્ટ્રોયર:
યોગરાજનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ યુવરાજ સિંહના ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયર ખતમ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેમણે ધોની પર યુવરાજને કેપ્ટનના રૂપમાં પોતાના કાર્યકાળ દરમિયાન પૂરતા અવસર કે ઉચિત સમર્થન ન આપવાનો આરોપ લગાવ્યો છે. યોગરાજ માને છે કે એજ કારણે યુવરાજના પ્રદર્શન અને ટીમમાં બન્યા રહેવા પર અસર પડી.
2015 વર્લ્ડ કપમાં જાણી-જોઇને કર્યો બહાર:
યોગરાજ સિંહના ગુસ્સાનું એક મોટું કારણ યુવરાજ સિંહને વર્ષ 2015ના ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાંથી બહાર કરવાનું છે. યોગરાજ મોટા ભાગે આ નિર્ણય માટે ધોનીને દોષી ઠેરવે છે અને દાવો કરે છે કે સારા ફોર્મમાં હોવા છતા તેના પુત્રને ખોટી રીતે બહાર રાખવામાં આવ્યો.
વ્યક્તિગત દુશ્મની:
સમય સાથે યોગરાજ સિંહની નિંદાએ પણ વ્યક્તિગત સ્વર લઇ લીધો છે. તેમણે ધોની પર આત્મકેન્દ્રીત હોવા અને યુવરાજ સહિત અન્ય ખેલાડીઓનું સમર્થન ન કરવાનો આરોપ લગાવ્યો છે. યોગરજની વાતોથી ખબર પડે છે કે તેણે ધોનીને પોતાનો દુશ્મન બનાવી લીધો છે.
યોગરજ સિંહના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તે કંઇ ખાસ રહ્યું નથી. તેમણે 1980માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાનું વન-ડે ડેબ્યૂ કર્યું હતું. તો યોગારજ સિંહના માત્ર 2 મહિના લાંબા ઇન્ટરનેશનલ કરિયરમાં તેમણે કુલ 1 ટેસ્ટ અને 6 વન-ડે મેચ રમી છે. એકમાત્ર ટેસ્ટ મેચમાં યોગરાજ સિંહે 10 રન બનાવવા સાથે જ 1 વિકેટ લીધી હતી. તો 6 વન-ડે મેચોમાં યોગરાજના નામ પર 1 રન અને 4 વિકેટ છે. એ સિવાય યોગરાજ સિંહને 30 ફર્સ્ટ ક્લાસ અને 13 લિસ્ટ A મેચોનો અનુભવ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp