9 ઓવર, 0 રન અને 8 વિકેટ,10 વર્ષનો 'મુરલીધરન' શ્રીલંકા ક્રિકેટ જગતમાં હલચલ મચાવી

PC: dailynews.lk

આજકાલ ક્રિકેટના શોખીનો ખુબ વધી ગયા છે, તાજેતરમાં જ ભારતમાં ICC વનડે વર્લ્ડકપ 2023 ટૂર્નામેન્ટ સમાપ્ત થઇ છે. હવે આગામી વર્ષે ફરી પાછો ICC T20 વર્લ્ડકપ 2024 આવી રહ્યો છે. આ બધાની વચ્ચે યુવા ક્રિકેટરો પણ પોતાની આગાવી છાપ છોડી રહ્યાં છે. જો તમે ક્રિકેટમાં શ્રેષ્ઠ બૉલિંગ ફિગર વિશે વિચારો છો, તો તે શું હશે? શું તમે ક્યારેય એવી બૉલિંગ ફિગર જોઈ કે પછી સાંભળી છે કે, કોઈ પણ બોલરે એક પણ રન લીધા વિના 8 વિકેટ લીધી હોય? જો નહીં, તો હવે સાંભળો. શ્રીલંકાના એક યુવા બૉલરે પણ આવું જ પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં જ સેલવાસેકરન ઋષિયુધન નામના 10 વર્ષના યુવાન બૉલરે 9.4 ઓવર નાંખી છે, તે તમામ 9 ઓવર મેડન નાંખી, એક પણ રન આપ્યો નહીં અને તેણે 8 વિકેટો ઝડપી લીધી હતી.

સેલવાસેકરન ઋષિયુધન નામનો આ બાળક અચાનક જ શ્રીલંકાના સ્કૂલ ક્રિકેટમાં ફેમસ થઈ ગયો છે. સેલવાસેકરનના અચાનક જ પ્રખ્યાત થઇ જવા માટે એક કારણ છે, હકીકતમાં, તેણે તાજેતરમાં જ સ્કૂલ ક્રિકેટમાં રમીને અદભૂત બોલિંગ સ્પેલ ફેંક્યો હતો.

હિંદુ કોલેજ બમ્બલપતિયાના જમણા હાથના ઓફ સ્પિનર સેલવાસેકરન ઋષિયુધને તેનું M.D.H. સામે કોઈ રન આપ્યા વિના આઠ વિકેટ લીધી હતી. સેલવાસેકરને અંડર 13 ડિવિઝન ટુ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જયવર્દને MV બાથરમુલ્લા સ્કૂલ સામે રમીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

મીડિયાની એક વેબસાઈટ પર પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, 10 વર્ષીય જમણા હાથના ઓફ સ્પિનર સેલવાસેકરન ઋષિયુધને એક પણ રન આપ્યા વિના 9.4 ઓવરમાં આઠ વિકેટ ઝડપી લીધી હતી. તેની ઘાતક બોલિંગને કારણે હિંદુ કોલેજ બમ્બલપતિયાએ M.D.H. જયવર્દને MV બાથરમુલ્લા સામે મેચ જીતી લીધી હતી. સેલવાસેકરનની બોલિંગ જોઈને ઘણા લોકોએ તેની સરખામણી શ્રીલંકાના ભૂતપૂર્વ મહાન બોલર મુથૈયા મુરલીધરન સાથે પણ કરી છે.

મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ ઝડપી હતી. મુરલીના શ્રેષ્ઠ બોલિંગ આંકડા 51 રનમાં 9 વિકેટ હતા. જ્યારે મુરલીએ ODI ફોર્મેટમાં 534 અને T20 ફોર્મેટમાં 13 વિકેટ લીધી હતી. મુરલીએ ક્રિકેટ જગતમાં રેકોર્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 1300થી વધુ વિકેટ લીધી હતી.

આ મેચ મુલેરીયાવામાં રમાઈ હતી. જ્યાં હિન્દુ કોલેજ બમ્બલપતિયાએ પ્રથમ દાવમાં જીત મેળવી હતી. હિંદુ કોલેજ બમ્બલપતિયા: 126/9 ઇનિંગ્સ જાહેર (42.2) (વેલાંદુરાઈ અબિનેશ 27, રવિરાજા ધાકશેશ 25, સત્યરાજા કવિનાશ 20, નેથમુથુ D જોયસા 2/4, સથાસિલુ થેનુજા 2/25), M.D.H. જયવર્દને MV બાથરમુલ્લા: 28 (28.4) (સેલ્વાસેકરન ઋષિયુધન 8/0).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp