બિહારનો 13 વર્ષનો છોકરો IPL 2025માં રમતો જોવા મળી શકે છે
IPL 2025ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને હવે 24 અને 25 નવેમ્બરે સાઉદી અરબના જિયાદમાં ઓક્શન થવાનું છે. IPL ગર્વનિંગ કાઉન્સીલની યાદીમાં બિહારના એક 13 વર્ષના છોકરાનું પણ હરાજીમાં નામ છે.
બિહારના સમસ્તીપુરાનો રહેવાસી વૈભવ સુર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011માં થયો હતો. તેણે રણજી ટ્રોફી, હેમન ટ્રી અને કુચ બિહાર ટ્રોફી જેવી મેચો રમી છે. વૈભવે માત્ર 5 વર્ષની ઉંમરથી ક્રિક્રેટ રમવાની શરૂઆત કરી હતી. તેણે જુદી જુદી મેચોમાં અત્યાર સુધીમાં 49 સદી ફટકારી છે અને 3 બેવડી સદી પણ મારી છે. વૈભવ લેફ્ટી બેસ્ટમેન છે અને તેના પિતા એક ખેડુત છે અને વૈભવને આગળ વધવામાં દિવસ-રાત મદદ કરી રહ્યા છે. કોઇ ટીમ વૈભવને ખરીદશે તો IPL 2025માં મેદાન પર જોવા મળશે. વૈભવને ખાવાનો બહુ શોખ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp