લાલ અને કાળી માટીનો શું છે ખેલ, જેને લઇને ઇન્દોર પીચ પર મચ્યો છે હોબાળો

PC: twitter.com/cricketcomau

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી શરૂ થઇ રહી છે. 4 ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમ અત્યાર સુધી 2-0થી આગળ ચાલી રહી છે. સીરિઝની શરૂઆતથી જ અહી પીચને લઇને ખૂબ હોબાળો થઇ રહ્યો છે. પહેલા નાગપુર અને પછી દિલ્હી ટેસ્ટ મેચમાં આ જ સ્થિતિ થઇ, પરંતુ હવે ઇન્દોરની પીચને લઇને પણ હોબાળો થઇ ગયો છે. 1 માર્ચથી શરૂ થનારી ટેસ્ટ મેચ અગાઉ પીચની તસવીર સામે આવી છે.

સાથે જ એવા સમાચાર પણ આવ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્દોરની પીચ લાલ માટીથી તૈયાર કરવામાં આવી છે. જો કે, તસવીર સામે આવ્યા બાદ અનુમાન લાગ્યા કે પીચનો કેટલોક હિસ્સો કાળી માટીથી તૈયાર થયો છે. આ જ કારણ છે કે અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. કોઇ પીચ જો લાલ માટીથી તૈયાર કરવામાં આવે છે, તો તેના પર સામાન્ય ઘાસ પણ છોડવામાં આવે છે.

એવામાં આ પ્રકારની પીચ પર ઉછાળ અને સ્પીડ જોવા મળે છે એટલે કે ફાસ્ટ બોલરોને આ પ્રકારની પીચ પર મદદ મળી શકે છે. તો કાળી માટીની પીચ પર બૉલ રોકાઇને આવે છે, એવામાં સ્પિનર્સને ટર્ન કરાવવાનો ફાયદો થશે. આ પેચમાં ઇન્દોર ટેસ્ટ મેચની રાહ જોવાઇ રહી છે, જ્યાં પીચને લઇને હોબાળો થયો. જો લાલ માટીની પીચ હોય છે, તો પહેલા બેટિંગ કરનારી ટીમને ફાયદો પહોંચી શકે છે કેમ કે તાજી પીચમાં ઉછાળ હશે તો બેટિંગ માટે થોડી હદ સુધી સરળતા રહેશે.

એવામાં આ ટોસ પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઇન્દોરમાં મેચ શરૂ થવાના 2 દિવસ પહેલા પીચ પર રોલર ચલાવવામાં આવ્યો હતો અને પાણી છોડવામાં આવ્યું હતું. એમ મોટા ભાગે ટેસ્ટ મેચ અગાઉ કરવામાં આવે છે, અહીં હોમ ટીમને કેટલાક બેનિફિટ મળે છે કે તે કેટલું પાણી અને રોલરનો ઉપયોગ કરાવવા માગે છે. હવે જોવાનું એ રહેશે કે 1 માર્ચના રોજ જ્યારે ઇન્દોરમાં બંને ટીમો સામસામે હશે, ત્યારે પીચના પટારામાંથી શું નીકળે છે.

બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સીરિઝ:

પહેલી ટેસ્ટ- ભારતીય ટીમની એક ઇનિંગ અને 132 રનોથી જીત.

બીજી ટેસ્ટ- ભારતીય ટીમની 6 વિકેટે જીત

ત્રીજી ટેસ્ટ- 1 થી 5 માર્ચ, ઇન્દોર.

ચોથી ટેસ્ટ- 9 થી 13 માર્ચ, અમદાવાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp