પેરિસ ઓલિમ્પિકમાં ભારતને એક મેડલ 78 કરોડ રૂપિયાનું પડ્યું
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રદર્શન આ વખતે ખાસ્સું નિરાશાજનક રહ્યું. ભારત તરફથી કુલ 16 ગેમ્સમાં ખેલાડીઓને મોકલવામાં આવ્યા હતા, પરંતુ માત્ર 6 જ મેડલ આપણે મેળવી શક્યા. સૌથી દુખની વાત એ છે કે આ વખતે એક પણ ગોલ્ડ મેડલ ભારતની ઝોળીમાં આવ્યું નથી. ઘણી વખત ખેલાડીઓ અને લોકો ફરિયાદ કરતા હોય છે કે, સરકાર ર્સ્પોટસ પાછળ રૂપિયા ખર્ચતી નથી.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફિ ઇન્ડિયાનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કહેવાયું છે કે પેરિસ ઓલિમ્પિકની ટ્રેનિંગ અને તૈયારી માટે સરકારે 470 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને તેમાં પણ સૌથી વધારે એથ્લેટીક્સ પાછળ 96.08 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છતા એથ્લેટિક્સમાં માત્ર નિરજ ચોપડા એક માત્ર મેડલ જીતી શક્યો. આ સિવાય અન્ય કોઇ પણ એથ્લીટને સફળતા મળી નથી. એ રીતે જોઇએ તો સરકારને એક મેડલ 78 કરોડ રૂપિયામાં પડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp