IPL થયું સેમ ટુ સેમ WPL જેવું, 18.3 ઓવરમાં ત્યારે DCએ 113 બનાવેલા અને SRHએ પણ...

PC: livehindustan.com

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન પૂરી થઈ ગઈ છે. 26 મે (રવિવારે)ના રોજ રમાયેલી ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 8 વિકેટથી હરાવ્યું. KKRએ ત્રીજી વખત IPL ટ્રોફી જીતી છે. આ પહેલા તેણે 2012 અને 2014ની સીઝનમાં પણ આ ખિતાબ જીત્યો હતો. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદનું બીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.

IPL 2024ની ફાઈનલ મેચ જોઈને ચાહકોને વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2024ની ફાઈનલ મેચ યાદ આવી ગઈ. બંને મેચમાં કેટલીક સમાનતાઓ હતી જે જાણીને તમે પણ ચોંકી જશો...

IPL 2024ની ફાઇનલમાં એક ટીમનો કેપ્ટન ભારતીય (શ્રેયસ અય્યર) હતો, જ્યારે બીજી ટીમનો કેપ્ટન ઓસ્ટ્રેલિયા (પેટ કમિન્સ) હતો. WPL 2024ની ફાઇનલમાં પણ આવું જ થયું હતું. તે સમયે ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કેપ્ટન મેગ લેનિંગ દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરી રહી હતી, જ્યારે ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ કરી રહી હતી.

WPL 2024ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન (મેગ લેનિંગ)એ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. IPL 2024ની ફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન (પેટ કમિન્સ)એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

WPL 2024ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 18.3 ઓવરમાં 113 રનમાં આઉટ થઈ ગઈ હતી. જ્યારે IPL 2024ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પણ 18.3 ઓવરમાં 113 રન પર જ સિમિત રહી હતી. એટલે કે, બંને ફાઇનલમાં, પ્રથમ બેટિંગ કરનાર ટીમે એક જ સંખ્યામાં રન બનાવ્યા અને એક જ સંખ્યામાં બોલ પણ રમ્યા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે WPL 2024ની ફાઇનલમાં આઠ વિકેટે જીત મેળવી હતી. જ્યારે IPL 2024ની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો આઠ વિકેટે વિજય થયો હતો.

ભારતીય કેપ્ટન (સ્મૃતિ મંધાના)એ WPL 2024માં ટ્રોફી ઉપાડી. IPL 2024માં પણ ભારતીય કેપ્ટન (શ્રેયસ અય્યર)એ જ ટ્રોફી ઉપાડી હતી.

IPL 2024માં સૌથી વધુ વિકેટ: હર્ષલ પટેલ (પંજાબ કિંગ્સ)–24 વિકેટ, વરુણ ચક્રવર્તી (કોલકાતા નાઈટ રાઈડર્સ)–21 વિકેટ, જસપ્રિત બુમરાહ (મુંબઈ ઈન્ડિયન્સ)–20 વિકેટ, આન્દ્રે રસેલ (કોલકાતા નાઈટ રાઈડર્સ)–19 વિકેટ, હર્ષિત રાણા (કોલકાતા નાઈટ રાઈડર્સ)–19 વિકેટ.

IPL 2024માં સૌથી વધુ રન: વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)-741 રન, રૂતુરાજ ગાયકવાડ (ચેન્નઈ સુપર કિંગ્સ)-583 રન, રિયાન પરાગ (રાજસ્થાન રોયલ્સ)-573 રન, ટ્રેવિસ હેડ (સનરાઈઝર્સ હૈદરાબાદ)-567 રન, સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ)–531 રન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp