આકાશ ચોપરાએ જણાવ્યું કેમ T20માં હિટ અને વન-ડેમાં ફ્લોપ છે સૂર્યકુમાર યાદવ

PC: twitter.com

37 મેચ 25.77ની સામાન્ય એવરેજ અને 105.03ની સ્ટ્રાઈક રેટ, તો 54 મેચ 46.85ની શાનદાર એવરેજ અને 173.38ની શાનદાર સ્ટ્રાઈક રેટ, આ આંકડા છે સૂર્યકુમાર યાદવના વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ અને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટના. T20 ઇન્ટરનેશનલ બેટર રેન્કિંગમાં સૂર્યકુમાર નંબર-1 પોઝિશન પર છે અને આ ફોર્મેટમાં ઉપસ્થિત સમયમાં બેસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે. જો કે, સૂર્યકુમાર યાદવ વન-ડેમાં સફળ થયો નથી.

આ બેટ્સમેને જ્યાં 3 સદી અને 16 અડધી સદી T20 ઇન્ટરનેશનલમાં ઠોકી છે તો વન-ડેમાં તેના ખાતામાં માત્ર 4 અડધી સદી છે. આ ભારતીય બેટ્સમેનના વન-ડે અને T20 સ્ટેટસમાં જમીન આકાશનો ફરક છે અને ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ સમજાવ્યું કે આખરે આ ફરક કેમ છે. ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા 5 મેચોની સીરિઝ અગાઉ T20 ઇન્ટરનેશનલ મેચમાં કેપ્ટન્સી કરી રહેલા સૂર્યકુમાયાર યાદવે 42 બૉલમાં 80 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

આકાશ ચોપરાએ સૂર્યકુમાર યાદવને લઈને કહ્યું કે, T20માં સૂર્યકુમાર યાદવ અલગ જ પ્રકારનો ખેલાડી નજરે પડે છે. તેનો અપ્રોચ એકદમ અલગ છે, તે એકદમ અનસ્ટોપેબલ થઈ જાય છે, એમ શા માટે થાય છે? એમ એટલે થાય છે કેમ કે તેનો DNA એકદમ અલગ પ્રકારનો સેટ થઈ ચૂક્યો છે. આ ફોર્મેટને અને ફોર્મેટની જરૂરિયાતો સમજે છે અને તે T20 ઇન્ટરનેશનલ મેચની પરિસ્થિતિના હિસાબે રમે છે.

એટલું જ નહીં વિરોધી ટીમને પણ સમજમાં આવે છે એ ફિલ્ડ પ્લેસમેન્ટમાં તે નજરે પણ પડે છે. આકાશ ચોપરાએ કહ્યું કે, મારું માનવું છે કે, એ જરૂરી નથી કે કોઇ ખેલાડીઓ ત્રણેય ફોર્મેટમાં જ રમે. સૂર્યકુમાર યાદવ માત્ર T20 ક્રિકેટર બનીને રહી શકે છે. એ સારું હશે કે આગામી 6 મહિના સુધી તેને બસ T20 ક્રિકેટ પર ફોકસ કરવા માટે છોડી દેવામાં આવે. મને લાગે છે કે આપણે એક T20 રોકસ્ટારને માત્ર એટલે નહીં ગુમવવા માગીએ કે તે ત્રણેય ફોર્મેટ રમે જ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp