આકાશ ચોપરાએ આ ખેલાડી માટે કહ્યું- એવું શું હોય શકે છે કે તે T20 ટીમમાં નથી?
પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ ભારતીય ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીરને એક મોટો સવાલ પૂછ્યો છે. તેમણે કહ્યું કે, કુલદીપ યાદવ T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરીને આવ્યો છે, પરંતુ તે હવે T20 સેટઅપનો હિસ્સો નથી. એવું કેમ થઇ રહ્યું છે કે તે T20 ટીમમાં નથી, જ્યારે વન-ડે ટીમનો હિસ્સો છે. કુલદીપ યાદવને શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની વન-ડે સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ T20 સીરિઝમાં સ્પિનર રવિ બિશ્નોઇ, અક્ષર પટેલ અને વૉશિંગટન સુંદર છે.
આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, કુલદીપ યાદવને લઇને તેઓ હેરાન છે. તેનું નામ T20 ઇન્ટરનેસનલ ટીમમાં નથી, પરંતુ વન-ડે ટીમમાં છે. એવું શું હોય શકે છે કે તે T20 ટીમમાં નથી. કુલદીપ યાદવ અત્યારે T20 વર્લ્ડ કપનો હિસ્સો હતો અને ખૂબ સારું પરફોર્મન્સ કરીને આવ્યો છે, પરંતુ આ સમયે તે T20 ટીમનો હિસ્સો નથી. તે શ્રીલંકાની T20 ટીમ સાથે જઇ રહ્યો નથી, પરંતુ વન-ડે ટીમ સાથે જઇ રહ્યો છે.
તેમણે કહ્યું કે, મને તેની બાબતે કોઇ આઇડિયા નથી, પરંતુ મને આશા છે કે ત્યાં કમ્યુનિકેશન થઇ ગયું હોય કે ભાઇ અમે આ કરવા માગીએ છીએ. આ ખૂબ મોટી વસ્તુ છે, જેના પર ચર્ચા બને છે. હું એમ પણ કહીશ કે યાર આ વસ્તુ માટે ગૌતી (ગૌતમ ગંભીર)ને ટ્રોલ ન કરો કે તેણે 4 વર્ષ અગાઉ એમ કહ્યું હતું. જુઓ 4 વર્ષનો સમય ખૂબ લાંબો હોય છે. તેની શું પોતાની બાબતે પણ પોતાના વિચાર બદલાઇ જાય છે.
કુલદીપ યાદવે T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું અને તે ફાઇનલ અગાઉ 4 મેચોમાં 10 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જો કે, ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ તેણે 4 ઓવરમાં 45 રન આપી દીધા હતા. હવે એવું પણ નથી કે તેને કોઇ ઇજા થઇ છે. જો ઇજા છે તો પછી ઇજાની વાત સામે આવી શકતી હતી. અહી સુધી કે તેણે આરામની પણ માગ કરી નથી તો પછી તેને ડ્રોપ કરવા પાછળ શું ઉદ્દેશ્ય છે એ કાલે સામે આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp