શિવમ દૂબે શું વર્લ્ડ કપની ટીમમાં હશે, શું કહે છે કે એક્સપર્ટ્સ?

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 બાદ જૂનમાં T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે અને તેના માટે ઘણા ખેલાડી પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે, જેમાંથી એક નામ શિવમ દુબેનું પણ છે. શિવમ દુબેના પ્રદર્શનને જોતા આકાશ ચોપડાનું માનવું છે કે સિલેક્ટર્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના આ ખેલાડીને આગામી ICC ઇવેન્ટ માટે ભારતીય ટીમમાં સામેલ કરવો જ પડશે. શિવમ દુબેએ IPLની ગત સીઝનમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને લાજવાબ સ્ટ્રાઈક રેટથી 400 કરતા વધુ રન બનાવ્યા હતા, જેની મદદથી લાંબા સમય બાદ તે ભારતીય ટીમમાં પણ કમબેક કરવામાં સફળ રહ્યો હતો.

જો કે, T20 વર્લ્ડ કપ માટે પ્રતિસ્પર્ધા ખૂબ જ સખત છે, પરંતુ શિવમ દુબેએ 17મી સીઝનમાં અત્યાર સુધી જે પ્રકારની રમત દેખાડી છે, પોતાની દાવેદારી મજબૂતીથી રજૂ કરી રહ્યો છે. સોમવારે કોલકાતા નાઈટ રાઇડર્સ વિરુદ્ધ 138 રનના લક્ષ્યનો પીછો કરવા દરમિયાન શિવમ દુબેએ આવતા જ મોટા શોટ્સ લગાવવાના શરૂ કર્યા. તેણે 18 બૉલમાં 1 ફોર અને 3 સિક્સની મદદથી 28 રનોની ઇનિંગ રમી અને પોતાની ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં આકાશ ચોપરાએ કહ્યું કે, શિવમ દુબેએ ફરી એક વખત દેખાડ્યું કે તેને T20 વર્લ્ડ કપ માટે કેમ સિલેકટ કરવો જોઈએ.

આકાશ ચોપરાએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે તમારા માટે તેને વર્લ્ડ કપ માટે ન લઈ જવાનું અસંભવ હશે. તમે તેનું સિલેક્શન કંઇ રીતે નહીં કરો? તે જે પ્રકારે બેટિંગ કરી રહ્યો છે, તેના પર ધ્યાન આપજો. ઘણા લોકોનું કહેવું છે કે, તેની ભૂમિકા નક્કી છે અને તેને સ્વતંત્રતા આપી દેવામાં આવી છે. જો કે, દરેક સ્વતંત્રતા સાથે આ પ્રકારે સિક્સ લગાવી નહીં શકે. આન્દ્રે રસેલ સહિત આ મેચમાં રમનાર દરેકને લાગ્યું કે, આ પીચ પર સિક્સ લગાવવા ખૂબ મુશ્કેલ છે અને એ ખૂબ મોટો મેદાન છે.

તેમણે વધુમાં કહ્યું કે, શિવમ દુબે માટે એવું કંઇ નહોતું. તેણે યોગ્ય બૉલને પસંદ કર્યા અને તેને સ્ટેન્ડમાં માર્યા. અહી સુધી કે તે ફાસ્ટ બોલારો વિરુદ્ધ પણ સિક્સ મારે છે. તે સિલેક્ટર્સને મજબૂર કરી રહ્યો છે કે તેને વર્લ્ડ કપ માટે લઈ જાય. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચ દરમિયાન શિવમ દુબેની ઇનિંગ જોતા યુવરાજ સિંહે કહ્યું હતું કે તે વર્લ્ડ કપ દરમિયાન ગેમ ચેન્જર બનવાની કુશળતા ધરાવે છે. તો ઈરફાન પઠાણે પણ દુબેને વર્લ્ડ કપ માટે સિલેક્ટર્સને નજર રાખવાની અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp