શુભમન ગિલને કેપ્ટન બનાવવાના ગુજરાતના નિર્ણય પર ડી વિલિયર્સ કેમ ખુશ નથી

PC: crickettimes.com

શુભમન ગિલ. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેનને IPLમાં મોટી જવાબદારી મળી છે. 27 નવેમ્બરે ગુજરાત ટાઈટન્સ (GT)એ તેને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી. શુભમન ગિલને આ જવાબદારી હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં ગયા બાદ મળી છે. જો કે, ગુજરાત ટાઈટન્સનો આ નિર્ણય ઘણા દિગ્ગજોને પસંદ આવ્યો નથી, જેમાં એક નામ ‘મિસ્ટર 360 ડિગ્રી’ એબી ડી વિલિયર્સનું પણ છે. ડી વિલિયર્સે શુભમન ગિલને કેપ્ટન બનાવવાને લઈને અસહમતિ વ્યક્ત કરી છે.

તેણે પોતાની યુટ્યુબ ચેનલ AB de Villiers 360 પર આ બાબતે કહ્યું કે, જ્યારે મેં કેન વિલિયમ્સનનું નામ રિટેન કરવામાં આવેલા ખેલાડીઓના રૂપમાં જોયું. મેં વિચાર્યું કે એક અનુભવી ખેલાડીને કેપ્ટન્સીનો અવસર આપવાનો ગુજરાત પાસે શાનદાર અવસર છે કેમ કે વિલિયમ્સન અગાઉ એમ કરી ચૂક્યો છે, પરંતુ તેણે શુભમન ગિલને આ જવાબદારી સોંપી દીધી. હું એમ કહી રહ્યો નથી કે તેમાં કંઇ ખોટું છે, પરંતુ મારા હિસાબે શુભમનને આ વખત થોડું શીખવાનો અવસર આપવો જોઈતો હતો. જેથી તે વર્ષ 2025માં કેપ્ટન્સી માટે પૂરી રીતે તૈયાર રહેતો. જો કે, શુભમન ગિલને કેપ્ટન્સી કરતો જોવા ઉત્સાહિત છું.

શુભમન ગિલ વર્ષ 2022માં ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયો હતો. એટલે કે તે બંને સીઝનમાં ટીમનો હિસ્સો રહ્યો છે. તેને કેપ્ટન બનાવવાની જાણકારી આપતા ગુજરાત ટાઈટન્સના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ કહ્યું કે, છેલ્લા 2 વર્ષોમાં પોતાની રમતને એક અલગ સ્તર પર લઈ ગયો છે. અમે તેને ન માત્ર એક બેટ્સમેનના રૂપમાં, પરંતુ એક લીડર તરીકે પણ પરિપક્વ થતો જોયો છે. તેણે ગુજરાત ટાઈટન્સને એક શાનદાર ટીમ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. જ્યારે વર્ષ 2023ની સીઝનમાં તેણે ખૂબ શાનદાર બેટિંગ કરી. તેની પરિપક્વતા અને કૌશલ્ય હવે જગજાહેર છે અને અમે શુભમન જેવા એક યુવા ખેલાડીના નેતૃત્વમાં એક નવી યાત્રા પર નીકળવા ખૂબ ઉત્સાહિત છું.

તો ગુજરાતનો કેપ્ટન બનાવ્યા બાદ શુભમન ગિલે ખુશી વ્યક્ત વ્યક્ત કરતા કહ્યું કે, મને ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી સંભાળવા પર ખુશી અને ગર્વ છે. એટલી શાનદાર ટીમનું નેતૃત્વ કરવા માટે મારા પર ભરોસો કરવા બદલ હું ફ્રેન્ચાઇઝીનો આભાર માનું છું. અમારી બંને સીઝન શાનદાર રહી છે અને હું આ ટીમનું નેતૃત્વ કરવા માટે ખૂબ ઉત્સુક છું. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સે IPL 2024 ઓક્શન અગાઉ ટ્રેડ કરી લીધો છે. હાર્દિકની કેપ્ટન્સીમાં ગુજરાત બંને જ સીઝનમાં ફાઇનલ સુધી પહોંચી. જ્યાં ટીમે IPL 2022માં ટ્રોફી જીતી તો IPL 2023માં ટીમ રનર્સઅપ રહી. હવે જોવાનું એ રહેશે કે ગિલની કેપ્ટન્સીમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp