કોહલી કેમ નથી રમતો? પિતા બનવાવાળો દાવો ખોટો, ડીવિલિયર્સે પલટી મારી

PC: twitter.com

ઈંગ્લેન્ડ સામેની બાકીની ટેસ્ટ મેચમાં પણ વિરાટ કોહલી રમશે નહીં, તેવા સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે બધાને સવાલ હતો કે કોહલી કયા કારણોસર નથી રમી રહ્યો ત્યારે થોડા દિવસ પહેલા કોહલીના ખાસ મિત્ર ગણાતા અને સાઉથ આફ્રિકાના પૂર્વ સ્ટાર ખેલાડી એબી ડીવિલિયર્સે એવું કહ્યું હતું કે, કોહલી બીજીવાર પિતા બનવાનો છે, એટલે તે રમી નથી રહ્યો. પરંતુ આ ન્યૂઝ સામે આવતા સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ ગયા હતા અને કોહલીની પર્સનલ લાઇફનું કારણ શેર કરવા માટે ડીવિલિયર્સને કેટલાક ફેન્સે ઝાટકણી પણ કાઢી હતી, પરંતુ હવે એબી ડીવિલિયર્સ પોતાના દાવા પરથી ફરી ગયો છે.

તેણે મીડિયાને કહ્યું હતું કે, મેં મારી યુટ્યૂબ ચેનલ પર એક મોટી ભૂલ કરી હતી. એ જાણકારી તદ્દન ખોટી હતી. મને લાગે છે કે, વિરાટના પરિવાર માટે જે પણ કંઈ સારું છે, તે જ પ્રાથમિકતા છે. કોઈ નથી જાણતું કે ત્યાં શું થઈ રહ્યું છે. બસ હું એટલું કહી શકું કે તેના બ્રેકનું કારણ જે પણ છે, મને આશા છે કે તે આનાથી મજબૂત અને સારી રીતે વાપસી કરશે. વિરાટ-અનુષ્કાના બીજા બાળક વાળી ખબર સાચી નથી.

શું કોહલી માતાના કારણે ટેસ્ટથી થયો બહાર, ભાઈ વિકાસ કોહલીએ જણાવ્યું સત્ય

ભારતીય ક્રિકેટ ફેન્સ એ સમયે હેરાન રહી ગયા, જ્યારે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ન ગયો અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂઆતી 2 ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ લઈ લીધું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નિવેદન જાહેર કરતા કહ્યું કે, આ વિરાટ કોહલીનો અંગત મામલો છે. તેના પર અફવા ઉડાવવામાં ન આવે. તેની ગોપનિયતાનું સન્માન કરો. એ પોતાની જાતમાં હેરાન કરનારું હતું કેમ કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝ મહત્ત્વપૂર્ણ હતી અને સાથે તેની પૂરી સંભાવના હતી કે તે રામ મંદિર માટે અયોધ્યા જશે.

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી બહાર થવાને લઈને ઘણા પ્રકારની વાતો ચાલી રહી છે. કેટલાકે દાવો કર્યો કે એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે અને સંભવતઃ કોઈ પરેશાની થઈ છે. આ કારણે કોહલી અચાનક મેચથી બહાર થઈ ગયો. થોડા દિવસો બાદ જ વધુ એક સમાચાર ચાલવા લાગ્યા કે વિરાટ કોહલીની માતાની તબિયત સારી નથી. તેનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે ક્રિકેટરે એમ કરવું પડ્યું. જો કે, આ બંને જ બાબતે વિરાટ કોહલી અને તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

 
 
 
View this post on Instagram

A post shared by Vikas Kohli (@vk0681)

હવે વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની માતા સરોજ કોહલીના સ્વાસ્થ્ય સંબંધિત અફવાઓનું ખંડન કર્યું છે. તેણે ફેન્સને ઉચિત જાણકારી વિના નકલી સમાચારો ન ફેલાવવાનો આગ્રહ કર્યો. એવી અફવાઓ હતી કે વિરાટ કોહલીએ પોતાની માતાની બીમારીના કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી 2 ટેસ્ટ મેચોથી બ્રેક માગ્યો હતો. વિકાસ કોહલીએ લખ્યું કે, મેં જોયું છે કે અમારી માતાના સ્વાસ્થ્ય બાબતે આ ફેક ન્યૂઝ ચારે તરફ ફેલાઈ રહ્યા છે, હું સ્પષ્ટ કરી દઉં કે અમારી માતા એકદમ ફિટ અને સારા છે.સાથે જ હું બધાને અને મીડિયાને પણ અનુરોધ કર્યો કે ઉચિત જાણકારી વિના એવા સમાચારો ન ફેલાવો. ધન્યાવાદ.

ઉલ્લેખનીય છે કે સ્ટાર બેટ્સમેન પહેલી ટેસ્ટ રમી શક્યો નહોતો, જેમાં ભારતને હૈદરાબાદમ ઇંગ્લેન્ડથી 28 રનોથી હાર મળી હતી. BCCIએ ફેન્સ અને મીડિયાને આગ્રહ કર્યો હતો કે તેઓ કોહલીની ગોપનિયતાનું સન્માન કરે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી 2 મેચથી હટવાના કારણો બાબતે અટકળો લગાવતા બચે. આ વાત પર કોઈ સ્પષ્ટતા નથી કે વિરાટ કોહલી સીરિઝની અંતિમ 2 ટેસ્ટ મેચો માટે ટીમમાં વાપસી કરશે કે નહીં. BCCIની સિલેક્શન કમિટી આગામી દિવસોમાં અંતિમ 2 મેચો માટે ટીમની પસંદગી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp