જાણો રોહિતની જગ્યાએ હાર્દિકને MIનો કેપ્ટન બનાવવા પર ડી વિલિર્સ શું બોલ્યો

PC: BCCI

સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની કેપ્ટન્સી સંભાળશે. ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ઇન્ડિયન્સે 5 ટ્રોફી જીતી. હાર્દિક પંડ્યા 2015 થી 2021 સુધી મુંબઇનો હિસ્સો હતો, પરંતુ તે IPL 2022 અગાઉ ગુજરાત ટાઈટન્સ (GT) સાથે જોડાઈ ગયો. તેની આગેવાનીમાં ગુજરાતે ડેબ્યૂ સીઝનમાં ટ્રોફી જીતી અને આગામી વર્ષે રનર્સઅપ રહી. હાર્દિક પંડ્યા મુંબઇમાં ઘર વાપસી કરીને ખુશ છે.

તે ઘણા અવસરો પર તેની ખુશી વ્યક્ત કરી ચૂક્યો છે. જો કે, ઘણા લોકોએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવવા પર હેરાની વ્યક્ત કરી હતી. તો દક્ષિણ આફ્રિકન પૂર્વ દિગ્ગજ બેટ્સમેન એ.બી. ડી વિલિયર્સનું કહેવું હતું કે મુંબઈ હવે એ ડિબેટથી આગળ વધી ચૂકી છે. 184 IPL મેચ રમનાર ડી વિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, મુંબઈ IPLની અવિશ્વનિય રૂપે સફળ ટીમ છે. મુંબઇએ 5 ટ્રોફી જીતી છે. છેલ્લા કેટલાક મહિના ખૂબ કન્ટ્રોવર્સીના હતા કે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવી રહ્યો છે.

જો કે, તેઓ ખુશ નજરે પડી રહ્યા છે. એમ લાગી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ હવે તેનાથી આગળ વધી ચૂકી છે. હાર્દિક પોતાની હોમ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની બ્લૂ જર્સીમાં હોવું ખૂબ સારું છે. તે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ શરૂઆત કરશે, જે થોડું અજીબ છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ 17મી સીઝનમાં પોતાના અભિયાનની શરૂઆત 24 માર્ચે કરશે. મુંબઇએ પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમવાની છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત હશે. એબી ડી વિલિયર્સે આગળ કહ્યું કે, મુંબઈ પાસે સાબિત કરવા માટે એક મોટો પ્લાન છે. તેની પાસે પ્રતિભાશાળી ખેલાડી છે.

આપણે સૂર્યકુમાર યાદવને ફોર્મમાં ફરી જોવા માગીએ છીએ. ટીમમાં ડેવાલ્ડ બ્રેવીસ છે. મને આશા છે કે બ્રેવીસને આ વખત વધુ મેચનો સમય મળશે. ટીમમાં ખૂબ ટેલેન્ટ છે. તેણે બસ રિધમ હાંસલ કરવાની જરૂરિયાત છે. ખાસ કરીને બેટિંગ ઓર્ડરમાં. રોહિત શર્માનું ફોર્મમ રહેવું શાનદાર રહેશે. સૂર્યા અને તિલક વર્મા સાથે ઇશાન કિશન ઉપર છે અને તેમની પાસે ટિમ ડેવિડ અને બ્રેવીસ છે. જો તેઓ ફોર્મમાં છે તો એ ખૂબ શક્તિશાળી બેટિંગ ક્રમ છે એટલે રાહ જુઓ. મને આશા છે કે તેઓ સારું પ્રદર્શન કરશે. મુંબઈ IPL 2023માં ક્વાલિફાયર-2 સુધી પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp