હવે T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને કરી દીધો ઉલટફેર, NZને હરાવીને રચ્યો ઇતિહાસ

PC: x.com/rashidkhan_19

અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ 2024માં ન્યૂઝીલેન્ડના હોશ ઉડાવી દીધા. 8 જૂને ગુયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 84 રનથી જીત હાંસલ કરી. તો ન્યૂઝીલેન્ડ પર અફઘાનિસ્તાનની આ T20 ક્રિકેટ ઇતિહાસમાં પહેલી જીત છે. અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 ઇન્ટરનેશનલ મેચોમાં પહેલી વખત હરાવી છે. બીજી તરફ T20 વર્લ્ડ કપ મેચોમાં ન્યૂઝીલેન્ડની રનોના હિસાબે આ સૌથી મોટી હાર પણ છે.

આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 75 રન પર સમેટાઇ ગઈ. આ મેચમાં અફઘાનિસ્તાનની જીતનો હીરો રહમનુલ્લાહ ગુરબાજ રહ્યો, જેણે 56 બૉલમાં 80 રનોની ઇનિંગ રમી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. તો ઈબ્રાહીમ જાદરાને ઓન 44 રન બનાવ્યા.

તો જ્યારે અફઘાનિસ્તાની ટીમે બોલિંગ કરી તો ફજલહક ફારુકી અને કેપ્ટન રાશિદ ખાને કેર વર્તવ્યો. બંનેએ 4-4 વિકેટ લીધી. તો ફજલહક ફારુકી સતત T20 વર્લ્ડ કપ મેચોમાં 4થી વધારે વિકેટ લેનારો પહેલો બોલર છે. આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી રહમાનુલ્લાહ ગુરબાજ અને ઈબ્રાહીમ જાદરાને પહેલી વિકેટ માટે 103 રન જોડ્યા. જાદરાન આઉટ થયા બાદ અજમતુલ્લાહ ઉમરાજાઈ આવ્યો.

તેણે 13 બૉલમાં 22 રન બનાવ્યા, પરંતુ ત્યારબાદ અફઘાનિસ્તાનની ટીમની સતત વિકેટ પડતી ગઈ. આ રીતે અફઘાનિસ્તાન 20 ઓવરમાં 159 રન જ બનાવી શકી. 160 રનોને ચેઝ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની સ્થિતિ શરૂઆતથી જ અફઘાનિસ્તાનના બોલરોએ ખરાબ કરી દીધી. પહેલી જ ઓવરમાં ફિન એલાન આઉટ થઈ ગયો અને ન્યૂઝીલેન્ડની આખી ટીમ 15.2 ઓવરમાં 75 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ.

T20 વર્લ્ડ કપમાં ફૂલ મેમ્બર દેશો દ્વારા બનાવવામાં આવેલા સૌથી ઓછા સ્કોર:

55 - ઇંગ્લેન્ડ Vs વેસ્ટ ઈન્ડીઝ, દુબઈ, 2021

60 - ન્યૂઝીલેન્ડ Vs શ્રીલંકા, ચટગાંવ, 2014

70 - બાંગ્લાદેશ Vs ન્યૂઝીલેન્ડ, કોલકાતા, 2016

72 - બાંગ્લાદેશ Vs ઓસ્ટ્રેલિયા, દુબઈ, 2021

75 - ન્યૂઝીલેન્ડ Vs અફઘાનિસ્તાન, પ્રોવિડન્સ, 2024

T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સૌથી મોટું અંતર (રન)

130 Vs સ્કોટલેન્ડ, શારજાહ, 2021

125 Vs યુગાન્ડા, પ્રોવિડન્સ, 2024

84 Vs ન્યૂઝીલેન્ડ, પ્રોવિડન્સ, 2024*

62 Vs નામિબિયા, અબુ ધાબી, 2021  

T20 વર્લ્ડ કપમાં કેપ્ટન દ્વારા શ્રેષ્ઠ બોલિંગ આંકડા

4/17 - રાશિદ ખાન Vs ન્યૂઝીલેન્ડ, પ્રોવિડન્સ, 2024*

4/20 - ડેનિયલ વેટોરી Vs ભારત, જોહાનિસબર્ગ, 2007

4/20 - ઝીશાન મકસૂદ Vs પાપુઆ ન્યુ ગિની, અલ અમીરાત, 2021.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp